Not Set/ મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠક બોલાવી,કેપ્ટનના સમર્થક ધારાસભ્યોએ ફલોર ટેસ્ટની માંગ કરી?

અમરિંદર સિંહના નજીકના માનવામાં આવતા કોંગ્રેસના ધારાસભ્યોએ પંજાબના પૂર્વ મુખ્યમંત્રીને રાજ્ય વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવાની વિનંતી કરી છે.

Top Stories
capatain મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠક બોલાવી,કેપ્ટનના સમર્થક ધારાસભ્યોએ ફલોર ટેસ્ટની માંગ કરી?

પંજાબ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા સાથે રાજ્યના રાજકારણમાં રાજકીય ઉકળાટ છે. બેઠકોનો રાઉન્ડ ચાલુ થઇ ગયો છે. એક તરફ નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આવતીકાલે કેબિનેટની મહત્વની બેઠક બોલાવી છે. તે જ સમયે,કેપ્ટન અમરિંદર સિંહને ટેકો આપતા ધારાસભ્યએ ફ્લોર ટેસ્ટની માંગ કરી છે.

નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા બાદ પંજાબ કોંગ્રેસના ઘણા નેતાઓએ અત્યાર સુધી રાજીનામા આપ્યા છે. તેમાં કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાના તેમજ મોહમ્મદ મુસ્તફા, સુખવિંદર સિંહ દાની અને કુલજીત સિંહ નગરના નામ અગ્રણી છે. હાલમાં, આ તમામ નેતાઓ નવજોત સિંહ સિદ્ધુના પટિયાલા સ્થિત નિવાસસ્થાને બેઠક કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે પંજાબના મંત્રી પરગટ સિંહ અને કોંગ્રેસના ધારાસભ્ય કુલબીર સિંહ ઝીરાએ પણ પટિયાલામાં સિદ્ધુના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં હાજરી આપી હતી.

 કેપ્ટન અમરિંદર સિંહના નજીકના માનવામાં આવતા કોંગ્રેસના ધારાસભ્યોએ પંજાબના પૂર્વ મુખ્યમંત્રીને રાજ્ય વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવાની વિનંતી કરી છે.નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યાના કલાકો બાદ, સીએમ ચરણજીત સિંહ ચન્નીએ બુધવારે સવારે 10:30 વાગ્યે તેમના મંત્રીમંડળની બેઠક બોલાવી હતી. કેબિનેટના એજન્ડાને લઈને હજુ સ્થિતિ સ્પષ્ટ નથી.