Not Set/ બોલિવૂડ એકટ્રેસ આલિયા ભટ્ટ કોરોના પોઝિટિવ

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ કોરોનાવાયરસની ઝપટમાં આવી ગઇ છે…

Top Stories Entertainment
1 5 બોલિવૂડ એકટ્રેસ આલિયા ભટ્ટ કોરોના પોઝિટિવ
  • બોલિવૂડ એકટ્રેસ આલિયા ભટ્ટને કોરોના
  • અગાઉ બૉયફ્રેન્ડ રણબીર કપૂરને થયો હતો કોરોના
  • ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની પુત્રી આલિયા ભટ્ટ
  • આલિયા ભટ્ટે સો.મીડિયામાં આપી જાણકારી
  • આલિયા ભટ્ટ થઇ હૉમ કવૉરોન્ટાઇન

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ કોરોનાવાયરસની ઝપટમાં આવી ગઇ છે. આલિયાની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનાં ડાયરેક્ટર સંજયલીલા ભણસાલી પણ થોડા અઠવાડિયા પહેલા કોવિડ-19 પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ હતુ. વળી આલિયા ભટ્ટનો બોયફ્રેન્ડ રણબીર કપૂર તાજેતરમાં કોરોના વાયરસને માત આપીને ક્વોરેન્ટાઇનથી બહાર આવ્યો છે. ભણસાલી અને રણબીર કપૂરને સંક્રમણ લાગ્યા બાદ આલિયાએ પણ તેનો કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો, પરંતુ તે દરમિયાન તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

1 6 બોલિવૂડ એકટ્રેસ આલિયા ભટ્ટ કોરોના પોઝિટિવ

બોલિવૂડને લાગ્યું ગ્રહણ / અભિનેત્રી અને ચંદીગઢનાં સાંસદ કિરણ ખેરને બ્લડ કેન્સર, મુંબઈમાં ચાલી રહી છે સારવાર

ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ મુંબઈમાં કોરોનાનાં વધતા જતા મામલા વચ્ચે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેના મિત્ર રણબીર કપૂર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ હવે આલિયા પણ આ મહામારીની ઝપટમાં આવી ગઇ છે. કોરોનાની તાજેતરની લહેરમાં, ફિલ્મ, ટીવી ઉદ્યોગ અને રમતગમત સાથે સંકળાયેલી અનેક જાણીતી હસ્તીઓ આ ખતરનાક વાયરસની ઝપટમાં આવી ગઈ છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, આમિર ખાન, કાર્તિક આર્યન, મનોજ બાજપેયી, બપ્પી લહેરી, તારા સુતરીયા પછી આલિયા ભટ્ટનું નામ કોરોના સંક્રમિત હસ્તીઓમાં જોડાયું છે.

1 7 બોલિવૂડ એકટ્રેસ આલિયા ભટ્ટ કોરોના પોઝિટિવ

બોલીવૂડમાં કોરોના સંકટ / સિંગર અને સંગીતકાર બપ્પી લાહિરી કોરોના સંક્રમિત, મુંબઈની આ હોસ્પિટલમાં કરાયા દાખલ

આ પહેલા ગુરુવારે બોલિવૂડ સિંગર અને મ્યુઝિશિયન બપ્પી લહેરી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બપ્પીની પુત્રી રીમા લહેરીએ આ માહિતી આપી. મુંબઈથી ઘણા ફિલ્મી સ્ટાર કોરોનાની ઝપટમાં આવી ગયા છે. જેના કારણે શૂટિંગને અસર પણ થઇ રહી હોય તેવુ જોવા મળી રહ્યુ છે. કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભુલ ભુલૈયા 2’ નું શૂટિંગ હજી યથાવત છે. વળી, રિયાલિટી શો ડાન્સ દિવાનેનાં 18 ક્રૂ મેમ્બર્સ પણ પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ