Junagadh News/ દિકરીઓને નોકરી અપાવી તેમની માતા સાથે કોન્ટ્રાક્ટર અને તેના મિત્રએ અવારનવાર દુષ્કર્મ આચર્યું

પીડિતાએ દુષ્કર્મ આચરનાર બે શખ્સો સહિત એક મહિલા વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો

Top Stories Gujarat Others
Beginners guide to 2024 10 26T184208.900 દિકરીઓને નોકરી અપાવી તેમની માતા સાથે કોન્ટ્રાક્ટર અને તેના મિત્રએ અવારનવાર દુષ્કર્મ આચર્યું

Junagadh News : રાજ્યભરમાં દુષ્કર્મ અને દુષ્કર્મના પ્રયાસના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે જૂનાગઢમાંથી ફરી એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. કેશોદ અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી કરતી મહિલાએ અન્ય એક મહિલાની બંને દીકરીઓને કરાર આધારિત નોકરી અપાવી દેવાની લાલચ આપી કોન્ટ્રાક્ટરે અને તેના મિત્રએ હવસનો ભોગ બનાવી હતી. આ બાદ શખ્સોએ એની દીકરી પર પણ નજર બગાડતાં પીડિતાએ દુષ્કર્મ આચરનાર બે શખ્સો સહિત એક મહિલા વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભોગ બનનાર મહિલાની બંને દીકરીઓને નોકરી અપાવવા માટે કેશોદ અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી કરતી શ્રદ્ધા ગોહેલ નામની મહિલા સાથે થઈ હતી. જેને લઇને શ્રદ્ધા ગોહેલે નરેન્દ્ર ઝાલા સાથે પીડિત મહિલાની મુલાકાત કરાવી હતી, જેણે મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું. જે બાદ મહિલાની મુલાકાત કરાર આધારિત નોકરી અપાવનાર કોન્ટ્રાક્ટર જૂનાગઢના વડાલ ગામના રજનીકાંત વાછાણી કરાવી હતી.

રજનીકાંત વાછાણીએ પણ મહિલાની સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારબાદ તેની બંને દીકરીઓને નોકરી અપાવી હતી.આ બાદ પણ દુષ્કર્મનો સિલસિલો યથાવત્ જ રહ્યો હતો. થોડા સમય પહેલા રજનીકાંત વાછાણીએ આ મહિલાના ઘરે જઈ તેની સાથે દુષ્કર્મમાં આચર્યું હતું અને કહ્યું હતું કે, ‘હવે તારામાં મજા નથી આવતી તારી દીકરીઓને તૈયાર રાખજે’ જેને લઇ મહિલાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ ગુજારનાર નરેન્દ્ર ઝાલા અને રજનીકાંત વાછાણી સહિત શ્રદ્ધા ગોહેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.આ અંગે ભોગ બનનાર મહિલાએ પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, હું મારી બે દીકરીઓ સાથે કેશોદમાં રહું છું. શ્રદ્ધાબેન ગોહેલ નામની મહિલા સાથે મારે વારંવાર મુલાકાત થતી હતી. જેથી મેં શ્રદ્ધાબેનને કહ્યું હતું કે મારી બે દીકરીઓને નોકરીએ લગાવવી છે. ત્યારે શ્રદ્ધાબેને કહ્યું હતું કે નરેન્દ્રભાઈ ઝાલા નામના વ્યક્તિ સાથે તમારી મુલાકાત કરાવું છુ એ તમારી દીકરીઓને નોકરીએ લગાવી દેશે.

બી. સી ઠક્કર, DySP કેશોદ.

ત્યારબાદ હું મારી દીકરીઓને નોકરીએ લગાવવા માટે નરેન્દ્ર ઝાલા નામના વ્યક્તિને ઓફિસે મળી હતી. તે સમયે નરેન્દ્ર ઝાલાએ પોતાની ઓફિસનો દરવાજો બંધ કરી મારી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. મારા રોવા અને કરગરવા છતાં પણ નરેન્દ્ર ઝાલાએ મારા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.પીડિતાએ વધુમાં જણાવ્યું કે, દુષ્કર્મ ગુજાર્યા બાદ નરેન્દ્ર ઝાલાએ મને કહ્યું હતું કે, આ વાત કોઈને કરતી નહીં અમે બહુ વગવાળા માણસો છીએ. નરેન્દ્ર ઝાલાની આ વાતથી હું ખૂબ ડરી ગઈ હતી અને મેં મારા પર થયેલા દુષ્કર્મની વાત કોઈને પણ જણાવી ન હતી. પરંતુ આ બનાવની જાણ કરવા હું શ્રદ્ધાબેનના ઘરે પહોંચી હતી અને મેં શ્રદ્ધાબેનને તમામ હકીકત જણાવી હતી. ત્યારે શ્રદ્ધાબેને મને કહ્યું હતું કે અમે પણ આ કૃત્ય કરી અને આગળ વધ્યા છીએ. જો તમારી દીકરીઓને નોકરી જોઈતી હોય તો આવું કરવું જ પડે.

પોતાની આપવીતી જણાવતા પીડિતાએ વધુમાં જણાવ્યું કે, આના થોડા દિવસો બાદ હું હું જુનાગઢ ખાતે રજનીકાંત વાછાણી નામના વ્યક્તિને મળી હતી. જ્યાં રજનીકાંત વાછાણી નામના વ્યક્તિએ મારી દીકરીઓને નોકરી માટે ઓર્ડર આપ્યા હતા. ત્યારબાદ રજનીકાંત વાછાણી મને વારંવાર વીડિયો કોલ કરી બિભત્સ વાતો કરતો હતો, અંતે કંટાળીને હું વીડિયો કોલ કાપી નાખતી હતી. આ દરમિયાન રજનીકાંત વાછાણીએ મને એવું કહ્યું હતું કે, અમારી વગ ખૂબ જ ઊંચી છે જેથી હું ડરી ગઈ હતી. પરંતુ મારી દીકરીઓ જે નોકરી પર લાગી હતી તેના કરારના 11 મહિના પૂરા થતા હતા. તે સમયે રજનીકાંત વાછાણી મારા ઘરે આવ્યો હતો અને મારા પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં રજનીકાંત વાછાણીએ મને કહ્યું હતું કે આ વાત કોઈને કરી છે તો તારી દીકરીઓ અર્બન સેન્ટરમાં નોકરી પર ગઇ છે તે ફરી પાછી નહીં આવે.પીડિતાએ કહ્યું કે, રજનીકાંત વાછાણી જ્યારે મારા ઘરે આવ્યો હતો ત્યારે તેને કહ્યું હતું કે, હવે તારામાં મજા નથી આવતી તારી મોટી દીકરીને તૈયાર રાખજે.

આ શબ્દો સાંભળતા હું ભાગી ગઈ હતી અને પછી મને લાગ્યું કે હવે મારે કાનુનનો સહારો લેવો છે. ત્યારે આજે મેં શ્રદ્ધા ગોહેલ, નરેન્દ્ર ઝાલા અને રજનીકાંત વાછાણી વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ રજનીકાંત વાછાણી જે કોન્ટ્રાક્ટર છે તેના હેઠળ 600થી વધારે દીકરીઓ કામ કરે છે. ત્યારે અન્ય દીકરીઓ પર આવો અન્યાય ન થાય તે માટે સરકારને વિનંતી કરું છું કે મારા પર આ દુષ્કર્મ ગુજારનાર આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ.
આ અંગે કેશોદના ડીવાયએસપી બી. સી ઠક્કરે જણાવ્યું હતું કે, કેશોદ પોલીસ સ્ટેશનમાં શહેરના એક વિસ્તારમાં દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ભોગ બનનાર મહિલાએ તેના પર બે શખ્સોએ વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. ફરિયાદી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મહિલાને બે પુત્રીઓ છે જે બંને પુત્રીઓને નોકરીની જરૂરિયાત હતી અને આ પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી.

ત્યારે સવા વર્ષ પહેલાં ભોગ બનનાર મહિલાની કેશોદ અર્બન સેન્ટરમાં નોકરી કરતા શ્રદ્ધાબેન ગોહેલ નામની મહિલા સાથે મુલાકાત થઈ હતી. તે સમયે શ્રદ્ધાબેન ગોહેલે ફરિયાદી મહિલાને બંને દીકરીઓને નોકરીએ લગાવવાની લાલચ આપી ભોગ બનનાર મહિલાની મુલાકાત જીએનેમ નર્સિંગના કોર્ષ કરાવતા નરેન્દ્ર મનસુખભાઈ ઝાલા નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવી હતી. ત્યારે ભોગ બનનાર મહિલા નરેન્દ્ર મનસુખ ઝાલાને મળવા પહોંચ્યા હતા. ત્યારે જીએનએમ નર્સિંગનો કોર્સ કરાવતા કેશોદના નરેન્દ્ર ઝાલાએ ફરિયાદી મહિલાની મરજી વિરુદ્ધ વારંવાર બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું.ડીવાયએસપી બી. સી ઠક્કરે વધુમાં જણાવ્યું કે, આ દુષ્કર્મની વાત ફરિયાદી મહિલાએ કેશોદ અર્બન સેન્ટરમાં નોકરી કરતા શ્રદ્ધા ગોહેલને કરતા શ્રદ્ધાબેને કહ્યું હતું કે આવું તો કરવું જ પડે. ત્યારબાદ ભોગ બનનાર મહિલાની રજનીકાંત વાછાણી નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવી હતી.

જૂનાગઢના વડાલ ગામના રજનીકાંત વાછાણી જૂનાગઢ ખાતે અલગ અલગ કચેરીઓમાં કરારા આધારિત લેબર આધારિત માણસો પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. જેને લઇ શ્રદ્ધાબેન ગોહેલે ફરિયાદી મહિલાને આ રજનીકાંત વાછાણી પાસે મોકલ્યા હતા. ત્યારે લેબર તરીકે માણસો પૂરા પાડતા રજનીકાંત વાછાણીએ ફરિયાદી મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચાર્ય હતું. અને ત્યારબાદ આરોપી રજનીકાંત વાછાણીએ ફરિયાદીની બંને દીકરીઓને નોકરી પણ અપાવી હતી.

ડીવાયએસપી બી. સી ઠક્કરે કહ્યું કે, આ બાદ 18/10/2024ના રોજ આરોપી રજનીકાંત વાછાણી ફરિયાદી મહિલાના ઘરે જઈ તેની સાથે દુષ્કર્મ આચાર્યું હતું અને ત્યારબાદ ફરિયાદી મહિલાને કહ્યું હતું કે, તારામાં મજા ન આવી, તારી દીકરીને તૈયાર રાખજે. જે મામલે ફરિયાદી મહિલાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં કેશોદ અર્બન સેન્ટરમાં નોકરી કરતી શ્રદ્ધા ગોહેલ, નર્સિંગ ક્લાસ ચલાવતા નરેન્દ્ર ઝાલા અને કોન્ટ્રાક્ટર રજનીકાંત વાછાણી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે મહિલા સહિત ત્રણેય આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેનેડાના Visaનો ક્રેઝ છતાં હજી પણ ભારતીય સ્ટુડન્ટ્સમાં અમેરિકાની બોલબાલા

આ પણ વાંચો: ભારત સરકાર અફઘાનિસ્તાનથી આવેલા નાગરિકોને આપશે Stay Visa

આ પણ વાંચો: ભારતના આઇટી પ્રોફેશનલ્સ માટે આનંદના સમાચાર, H-1B visa પૉલિસી પર ફરીથી વિચાર કરશે અમેરિકા