Not Set/ ઓક્સફર્ડની કોરોના રસીનાં ટ્રાયલમાં સામેલ વોલેન્ટિયરનું મોત, તો શું હવે ટ્રાયલ થશે બંધ?

કોરોનાનાં કહેર વચ્ચે કોવિડ-19ની રસી બનાવવાની દોડમાં ઓક્સફર્ડ મોખરે છે. દરમિયાન, એક મોટા સમાચાર છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત થનારી કોરોના રસીની ટ્રાયલમાં સામેલ એક વોલેન્ટિયરનું મોત નીપજ્યું છે.

Top Stories World
ipl2020 64 ઓક્સફર્ડની કોરોના રસીનાં ટ્રાયલમાં સામેલ વોલેન્ટિયરનું મોત, તો શું હવે ટ્રાયલ થશે બંધ?

કોરોનાનાં કહેર વચ્ચે કોવિડ-19ની રસી બનાવવાની દોડમાં ઓક્સફર્ડ મોખરે છે. દરમિયાન, એક મોટા સમાચાર છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત થનારી કોરોના રસીની ટ્રાયલમાં સામેલ એક વોલેન્ટિયરનું મોત નીપજ્યું છે. સમાચાર એજન્સી એએફપીનાં જણાવ્યા અનુસાર, બ્રાઝિલની ઓક્સફર્ડ યુનિવર્સિટી-એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસિત કોરોના રસીનાં ત્રીજા તબક્કાનાં ટ્રાયલમાં વોલેન્ટિયરનું મોત નીપજ્યું છે. અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી હતી. જો કે, મીડિયા રિપોર્ટ્સ જણાવે છે કે મૃત વોલેન્ટિયરને અંડર ટ્રાયલ કોરોના રસી આપવામાં આવી ન હોતી, પરંતુ પ્લેસબો આપવામાં આવી હતી.

અત્રે નોંધનીય છે કે વિશ્વભરમાં થતી વિવિધ કોરોના વાયરસ રસીનાં ટ્રાયલ દરમિયાન આ પ્રથમ મૃત્યુ છે. જો કે, અધ્યયનકર્તા વૈજ્ઞાનિકોએ કહ્યું કે, એક સ્વતંત્ર સમીક્ષાએ તારણ કાઢયું છે કે આ પછી પણ, રસી સલામતી વિશે ચિંતા કરવાની કંઈ જરૂર નથી અને ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા સાથે વિકસાવવામાં આવતી રસી બંધ નહીં થાય, પરંતુ ચાલુ રહેશે. મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આ ટ્રાયલમાં સામેલ વોલેન્ટિયર એક 28 વર્ષિય ડોક્ટર હતો, જે રોગચાળા દરમિયાન ફ્રન્ટ લાઇન પર કામ કરતો હતો અને તેનું મૃત્યુ કોરોનાથી થયું હતું. બ્રાઝિલનાં અખબાર ગ્લોબો અને આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી બ્લૂમબર્ગે જણાવ્યું હતું કે, સ્વયંસેવક નિયંત્રણ જૂથમાં હતો અને તેને ટેસ્ટ વેક્સીનનાં બદલે પ્લેસબો આપવામાં આવ્યો હતો.

આ ઘટના પછી ઓક્સફર્ડે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, બ્રાઝિલમાં કેસની કાળજીપૂર્વક મૂલ્યાંકન કર્યા પછી ક્લિનિકલ ટ્રાયલની સલામતી અંગે કોઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી નથી, અને બ્રાઝિલિયન નિયમનકાર, તેમજ સ્વતંત્ર સમીક્ષાએ કહ્યું છે પરીક્ષણ ચાલુ રાખવું જોઈએ. વળી, બ્રાઝિલનાં રાષ્ટ્રીય આરોગ્ય નિયમનકારે, અનવિસાએ પુષ્ટિ કરી કે આ મામલો 19 ઓક્ટોબરનાં રોજ નોંધાયો હતો. આપને જણાવી દઇએ કે, બ્રિટનમાં ઓક્સફોર્ડ અને એસ્ટ્રાઝેનેકા રસીની ટ્રાયલ પહેલા, જ્યારે વોલેન્ટિયરમાં એક વિચિત્ર રોગ થયો હતો. બ્રિટિશ રેગ્યુલેટરની અને સ્વતંત્ર રિવ્યૂનાં ગ્રિન સિગ્નલ મળ્યા બાદ આ રસીની કોઈ આડઅસર નથી. જણાવી દઇએ કે, અત્યાર સુધી બ્રાઝિલમાં આઠ હજાર વોલેન્ટિયરને રસી આપવામાં આવી છે, જ્યારે સમગ્ર વિશ્વમાં આ સંખ્યા વીસ હજારથી વધુ છે.