Rajkot News: ગઈકાલે રાત્રે રાજકોટમાં (Rajkot) સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં (Girls Hostel) રહેતી અંદાજીત 900 વિદ્યાર્થીનીઓને ભોજન, પાણીની અસુવિધાને લઈ એબીવીપીના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો. ભોજનમાં જીવાત, પાણીનો અભાવ, લિફ્ટ બંધ હોવી, વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હોસ્ટેલમાં સીસીટીવી લગાડવામાં અને સુરક્ષા વધારવામાં આવશે તેવી માહિતી મળી છે.
ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓને ભોજન, પાણીની અસુવિધા તેમજ અસામાજીક તત્વોના ત્રાસને લઈ એબીવીપીએ વિદ્યાર્થીનીઓની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માગ કરી હતી. ગર્લ્સ હોસ્ટેલમાં 2 ડાઇનિંગ હોલ હોવા છતાં એક જ ડાઇનિંગ હોલમાં 900 વિદ્યાર્થીનીઓને દોઢ કલાકમાં જ જમી લેવાની ફરજ પાડવામાં આવી રહી છે, ભોજનમાં અનેક વખત જીવાત નીકળે છે. પીવાનું પાણી પૂરતું મળતું નથી, સતત લિફ્ટ પણ બંધ રહે છે. એટલું જ નહીં, અસામાજીક તત્વોના ત્રાસના કારણે વિદ્યાર્થીનીઓ હેરાન થઈ ગઈ હતી.
વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે, ન્હાવા માટે પાણી પણ જતું રહે છે. ભોજનમાં અનેક વખત ધનેડા અને મકોડા નીકળે છે. રજૂઆત કરવામાં આવે તો એડમિશન કેન્સલ કરી દેવાની ધમકી આપવામાં આવે છે. ભોજન શાળામાં રીવ્યુ બુકમાં ગુડ લખવું, શૌચાલયમાં લાઈટનો અભાવ, ડાઈનિંગ હોલ ટૂંકો પડવો, પૂરતું ભોજન પણ ન મળવું, વગેરે જેવી તકલીફો પડી રહી છે. હોસ્ટેલમાં કેમેરા ચાલુ નથી, અસામાજીક તત્વો ખુલ્લેઆમ નગ્ન થઈ વીડિયો બનાવે છે તેમ એબવીપીના કાર્યકરનું કહેવું છે. ત્યારે સતત પડતી મુુશ્કેલીઓના કારણે વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો.
આ પણ વાંચો:મહેસાણા વિસનગરની હોસ્ટેલમાંથી બે કિશોર ગુમ થતાં ચકચાર
આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિ.માં બોય્સ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ પાણીને લઈ ‘પાણી’ બતાવ્યું
આ પણ વાંચો:આણંદની હોસ્ટેલમાં ભોજનમાં નીકળી જીવાત,વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય સાથે થયા ચેંડા