અલ્પેશ કથીરિયા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે તેવી ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. ત્યારે આ બાબતે અલ્પેશ કથીરિયાએ નિવેદન આપતા કહ્યું હતું કે પાટીદાર સમાજની બે માંગણીઓ સંતોષાશે ત્યારબાદ જ કોઈ રાજકીય સ્ટેન્ડ નક્કી કરવામાં આવશે.
પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર અલ્પેશ કથીરિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને તે વાત છેલ્લા બે દિવસથી વાયુવેગે સોશિયલ મીડિયાના મારફતે ખૂબ જ ફેલાઈ રહી છે. ત્યારે આ મામલે અલ્પેશ કથીરિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, તેઓ ભાજપ કે પછી અન્ય કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાવાના નથી. પાટીદાર સમાજની બે મુખ્ય માગણીઓ રાજ્ય સરકાર સામે છે કે, અનામત આંદોલન સમય દરમિયાન સહિત થયેલા પાટીદાર યુવાનોના પરિવારના સભ્યોને નોકરી આપવામાં આવે અને પાટીદાર અનામત આંદોલન સમયે જે યુવાનો પર કેસ થયા હતા તેને પરત લેવામાં આવે. ત્યારે આ બે માગણીઓને લઈને વખતોવખત સરકારને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે.
અલ્પેશ કથીરિયા મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાય છે તે વાતમાં કોઈ સત્યતા નથી અને માત્રને માત્ર મીડિયા રિપોર્ટ તરીકે આ વાત મીડિયામાં આવી છે. હાલ જે શક્યતા છે એ છે કે અમારી બે માગણી છે સરકાર તમે સ્પષ્ટતા ભરેલી છે. આ બે મુદ્દા અમારા ક્લિયર છે એટલે સરકાર શું નિર્ણય કરે છે તેને લઈને આવનારા દિવસોમાં રાજકીય સ્ટેન્ડ નક્કી કરીશું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નરેશ પટેલ સાથે બેઠક કરશે આ બાબતને લઈને અલ્પેશ કથીરિયાએ નિવેદન આપ્યું હતું કે, દરેક પાર્ટીના મુખ્ય નેતાઓ ખોડલધામ આવતા હોય છે અને નરેશભાઈને મળે છે. ત્યારે સૌ સાથે મળી ચર્ચા કરતા હોય છે. નરેશભાઈ સાથે અમે પણ ટેલીફોનિક સંદેશો આપ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખોડલધામ આવે તો અમારા વતી આ બે માગણીઓની રજૂઆત થવી જોઈએ.
સરકાર પાટીદાર યુવાનોને હેરાન પરેશાન કરી રહી છે, તેવું નિવેદન ગોપાલ ઇટાલીયા દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે અલ્પેશ કથીરિયાએ નિવેદન આપ્યું હતું કે, જે ગતિવિધિ અને ઘટના સામે આવી રહી છે તે પરથી એવું લાગી રહ્યું છે કે, વિરોધ પક્ષને કચરવાના પ્રયાસ થતા હોય તેવું લાગી રહ્યું છે. કદાચ પાર્ટીથી સરકારને ડર લાગતો હોય તો પણ આ પગલું હોઈ શકે.
Science / કોઈ કમા (ડાઉન સિન્ડ્રોમ દર્દી )ને લીધે આપડે પોતાનો ફાયદો ઉઠાવીએ તો માણસાઈ નેવે મૂકી ગણાય ..