Gandhinagar News: ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી છે ત્યારે હવે ભાજપના સંગઠનની સુધ લેવાવા માંડી છે. તેનું જ પ્રતિબિંબ પાડતા હોય તેમ છેવટે કોર્પોરેટરોની નારાજગીઓનો પડઘો પાડતા ગુજરાતના પ્રદેશ ભાજપના કોષાધ્યક્ષ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના પ્રભારી ધર્મેન્દ્ર શાહને વિદાય આપી દેવાઈ છે. તેના લીધે ભાજપના કોર્પોરેટરોમાં આનંદનું વાતાવરણ છે. સી.આર. પાટિલે છેવટે જતાં-જતાં વધુ એક આકરો નિર્ણય લીધો છે.
સી.આર. પાટિલના આ નિર્ણના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી વર્તુળમાં ખુશીની લહેર ફરી વળી છે. ધર્મેન્દ્ર શાહને હટાવતા હવે કોઈપણ હસ્તક્ષેપ વગર કામ કરી શકાશે એવું અધિકારીઓ માને છે.
અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિપક્ષના નેતા રહી ચૂકેલા ધર્મેન્દ્ર શાહને મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી કેટલાક નિર્ણયો અને કોર્પોરેટરોમાં નારાજગીને લઈ પ્રભારીની ફરિયાદો પ્રદેશના નેતાઓ સુધી કરવામાં આવી હતી. શહેર ભાજપ સંગઠનમાં પણ કેટલાક નેતાઓ સાથે તેમનો આંતરિક વિખવાદ ચાલતો હતો.
ભાજપ પક્ષના પ્રભારી તરીકેની ધર્મેન્દ્ર શાહની જવાબદારી હતી. પરંતુ સૂત્રો જણાવી રહ્યા છે કે ધર્મેન્દ્ર શાહનો કોર્પોરેશનની વહીવટી બાબતોમાં પણ સતત હસ્તક્ષેપ રહેતો હતો. અધિકારીઓ સાથે ગપંક એક્ટના નિયમ બહાર મહત્વની બેઠકોમાં પણ ઉપસ્થિત રહેતા હતા. નાના ક્લાર્કથી માંડી ઉપરી અધિકારીઓની બદલીમાં પણ સીધા આદેશ કરતા હતા. હવે ગુજરાતમાં નવા પ્રભારી કોણ મુકાય છે એના પર સૌ કોઈની નજર રહેલી છે.
આ પણ વાંચો: પોરબંદરમાં જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે દિલધડક રેસ્ક્યૂ
આ પણ વાંચો: નાંદોદની ત્રણ દૂધ ઉત્પાદક મંડળીઓના કૌભાંડની તપાસમાં ભીનું સંકેલાયાની શંકા
આ પણ વાંચો: સર્વર ઠપ થતા અમદાવાદ એરપોર્ટની અન્ય મેટ્રો શહેર સાથે કનેક્ટિવિટી ઠપ