- અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ
- ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડયા
- સાબરમતી,રાણીપ,મેમનગરમાં વરસાદ
- એસ.જી.હાઇવે,વૈષ્ણોદેવી સર્કલ પાસે વરસાદ
- સિંધુભવન,બોડકદેવ,વસ્ત્રાપુરમાં વરસાદી ઝાપટા
- ગોતા,સોલા,જોધપુર,મણીનગરમાં વરસાદ
- વીજળીનાં કડાકા સાથે તુટી પડયો વરસાદ
રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જો આજની વાત કરીએ તો, અમદાવાદમાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરનાં લગભગ તમામ વિસ્તારોમાં મેઘાનું જોર જોવા મળી રહ્યુ છે. અહી ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. વળી રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં પણ વરસાદ શરૂ થઇ ગયો છે.
આ પણ વાંચો – વરસાદ / રાજ્યમાં આગામી દિવસોમાં મેઘો કરી શકે છે તાંડવ, આ જિલ્લાઓમાં પડશે વરસાદ
આપને જણાવી દઇએ કે, ચક્રવાતી તોફાન ગુલાબ રવિવારે રાત્રે ઓડિશા અને આંધ્ર પ્રદેશનાં દરિયાકાંઠે ત્રાટક્યું હતું અને તે પછી તે હવે નબળું પડી ગયું છે અને હવે કલિંગપટ્ટનમથી 20 કિમી ઉત્તરને તે પાર કરી ગયું છે. તે લગભગ પશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી 12 કલાક દરમિયાન ડિપ્રેશનમાં નબળા થવાની શક્યતા છે. આ દરમિયાન, આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા અને મહારાષ્ટ્રનાં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. જો કે તેની અસર હાલમાં ગુજરાતનાં ઘણા જિલ્લાઓમાં થઇ રહી હોય તેવુ પણ લાગી રહ્યુ છેે. જણાવી દઇએ કે, અમદાવાદ અને ગાંધીનગરમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યુ છે. અહી હાલમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં સાબરમતી, રાણીપ, મેમનગર, એસ.જી.હાઇઇવે, વૈષ્ણોદેવી સર્કલ પાસે, સિિંધુભવન રોડ, બોડકદેવ, વસ્ત્રાપુર, ગોતા, સોલા, જોધપુર, મણીનગરમાં મેઘાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. અહી વીજળીનાં કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
આ પણ વાંચો – Political / કૃષિ કાયદાનાં વિરોધમાં આજે ભારત બંધનું એલાન, રાહુલ ગાંધીએે ટ્વીટ કરી કર્યુ સમર્થન
જણાવી દઇએ કે, સમગ્ર ગુજરાતમાં 27 સપ્ટેમ્બર એટલે કે આજથી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ચક્રવાતનાં કારણે રાજ્યનાં વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે. વળી 27 સપ્ટેમ્બરથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં 27 સપ્ટેમ્બર એટલે કે આજથી જ ભારે વરસાદ શરૂ થવાની શક્યતા છે. જ્યારે 28 તારીખે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…