ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે. તમામ પાર્ટીઓ ચૂંટણી જીતવાની રણનીતિ સાથે પ્રચાર પૂરજોશમાં કરી રહ્યા છે. પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે કમરકસી રહી છે.રાજ્યમાં ચૂંટણીને લઇને ચૂંટણીપંચ પણ સક્રીય રીતે કામગીરી કરી રહી છે. રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં 4.90 કરોડ મતદારો નોંધાયા છે જ્યારે 11.62 લાખ નવા યુવા મતદારો ઉમેરાયા છે. ચૂંટણી પંચ દ્વારા અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં કુલ 4,90,89,765 નવા મતદારો નોંધાયા છે. આ સાથે રાજ્યમાં 2.53 કરોડ પુરૂષ મતદાર જ્યારે 2.37 કરોડ મહિલા મતદાર નોંધાયા છે.
કુલ મતદારોમાં 4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. દિવ્યાંગ મતદારો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા પીડબલ્યુડી નામની ખાસ એપ્લિકેશન બનાવવામાં આવી હતી. જેના પર દિવ્યાંગો મતદાનનો ઉપયોગ કરશે. બેઠક દીઠ 7 મહિલા સંચાલિત બુથ તૈયાર કરવામાં આવશે. પોલીસ સુરક્ષા કર્મીઓ પણ મહિલા હશે.51, 782 કુલ મતદાન મથકો છે જેમાંથી શહેરી મતદાન મથક 17,506 છે. રાજ્યમાં વિધાનસભાની 182 વિધાનસભામાંથી 142 સામાન્ય બેઠક છે જ્યારે એસસીની 13 અને એસટીની 27 બેઠક ફાળવવામાં આવી છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા કેન્દ્રના કાયદા અને ન્યાય મંત્રાલયના જાહેરનામા અન્વયે ચૂંટણી સબંધિત કાયદાઓમાં કરવામાં આવેલા સુધારા અનુસાર હવે મતદાર મતદારયાદીમાં સ્વૈચ્છિક રીતે આધાર નંબર દાખલ કરાવી શકે છે.આ સુવિધાનો લાભ લઇને રાજ્યમાં અત્યાર સુધીમાં 76.68 લાખથી વધુ મતદારોએ મતદારયાદીમાં પોતાના નામ સાથે આધાર નંબર દાખલ કરાવ્યો છે.