અમદાવાદ,
ચોમાસાની સીઝન શરુ થતા અમદાવાદ શહેરમાં રોગચાળામા ઉછાળો આવ્યો છે. 11 દિવસમા ઝાડા ઉલ્ટીના 378 અને મલેરિયાના 520 કેસ નોધાયા છે.
ચોમાસામા મચ્છરોના ઉપદ્રવના કારણે મચ્છ જન્ય રોગચાળો વધે છે. આ સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય અન્ય રોગોના કેસો પણ વધ્યા છે.
પ્રદૂષિત પાણી, ગંદકી, મચ્છરોને કારણે રોગચાળો વકરી રહ્યો છે. નાગરિકોનું આરોગ્ય જાળવવું એ આરોગ્ય વિભાગની ફરજ છે. પણ આરોગ્ય ખાતું તેની ફરજ બજાવામા નિષ્ફળ ગયું છે.
11 દિવસમાં રોગચાળામા ઉછાળો
ઝાડા ઉલ્ટીના 378 કેસ નોધાયા ,
સાદા મલેરીયા 84 કેસ નોધાયા ,
ઝેરી મલેરિયાના 520 કેસ નોધાયા,
ડેન્ગ્યુના 14 કેસ નોધાયા ,
ચીકન ગુનિયાના 2 કેસ નોધાયા,
કમળો 214 કેસ નોધાયા,
ટાઇફોઇડ 229 કેસ નોધાયા,
કોલેરા-13 કેસ નોધાયા,