Not Set/ “તારક મહેતા કા ઉલટા ચશ્મા”ના આ પ્રખ્યાત કલાકારનું હાર્ટએટેકના કારણે થયું નિધન

નવી દિલ્હી, સબ ટીવીના સૌથી લોકપ્રિય કોમેડી શો “તારક મહેતા કા ઉલટા ચશ્મા”ના કલાકાર ડો. હંસરાજ હાથી એટલે કે કવિ કુમાર આઝાદનું નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તારક મહેતા કા ઉલટા ચશ્મામાં ડો.હાથીનો રોલ નિભાવનારા કવિ કુમાર આઝાદનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ, આ લોકપ્રિય કલાકારનું મોત થવાના […]

Top Stories Trending Entertainment
17 "તારક મહેતા કા ઉલટા ચશ્મા"ના આ પ્રખ્યાત કલાકારનું હાર્ટએટેકના કારણે થયું નિધન

નવી દિલ્હી,

સબ ટીવીના સૌથી લોકપ્રિય કોમેડી શો “તારક મહેતા કા ઉલટા ચશ્મા”ના કલાકાર ડો. હંસરાજ હાથી એટલે કે કવિ કુમાર આઝાદનું નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તારક મહેતા કા ઉલટા ચશ્મામાં ડો.હાથીનો રોલ નિભાવનારા કવિ કુમાર આઝાદનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે.

બીજી બાજુ, આ લોકપ્રિય કલાકારનું મોત થવાના કારણે ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં પણ એક શોકનો માહોલ જોવા મળ્યો છે સાથે સાથે તેઓના પ્રશંસકોને પણ એક ઝટકો લાગ્યો છે.

Kavi Kumar Azad d "તારક મહેતા કા ઉલટા ચશ્મા"ના આ પ્રખ્યાત કલાકારનું હાર્ટએટેકના કારણે થયું નિધન

કોમેડી શો “તારક મહેતા કા ઉલટા ચશ્મામાં” ડો. હાથી ઘણા સમયથી જોડાયેલા હતા અને ગોકુલધામ સોસાયટીના એક એવા સભ્ય હતા, જેઓની કલાકારીને તમામ લોકો પસંદ કરતા હતા. આ કોમેડી શોમાં તેઓ ડો. હાથીના રૂપમાં પોતાનો અભિનય નિભાવતા હતા અને હંમેશા તેઓ કઈ પણ ભોજન આરોગવા માટેના દિવાના હતા.

hathi family "તારક મહેતા કા ઉલટા ચશ્મા"ના આ પ્રખ્યાત કલાકારનું હાર્ટએટેકના કારણે થયું નિધન

આ શો સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, કવિ કુમાર આઝાદ આજે સવારે જ પ્રોડ્યુસર પાસે ફોન આવ્યો હતો અને તેઓએ કહ્યું હતું કે, તેઓની તબિયત સારી નથી તેથી તેઓ આજે શો પર આવી શકે નહિ. પરંતુ, ત્યારબાદ તેઓના નિધન અંગેની આ ખરાબ માહિતી આવી હતી.

https://twitter.com/KaviKumarAzad/status/740487069009514497

જો કે થોડાક દિવસ અગાઉ જ ડો. હાથીએ ટ્વીટર એકાઉન્ટમાં એક તસ્વીર પોસ્ટ કરી હતી, જેમાં તેઓએ લખ્યું હતું કે, “કોઈ કે કહ્યું છે કે કાલે હોય કે ન હોય, હું કહું છું કે, પલ હોય કે ન હોય, દરેક લમ્હા જીવો”.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડો. હાથીએ ૨૦૧૦માં વેઇટ લોસ સર્જરી કરાવી હતી અને ૮૦ કિલો વજન ઓછું કર્યું હતું. આ સર્જરી બાદ તેઓની જિંદગી જીવવું ખુબ સહેલું થઈ ગયું હતું.