સુપરસ્ટાર યશની ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ રોજેરોજ એક નવો ઈતિહાસ રચી રહી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મની કમાણીની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. અત્યારે તે થિયેટરો વ્યસ્ત છે, પરંતુ જો તમે આ ફિલ્મ જોવા માટે સમય કાઢી શકતા નથી, તો થોડી રાહ જુઓ. કારણ કે આ ફિલ્મ બહુ જલ્દી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.
‘KGF ચેપ્ટર 2’ના ડિજિટલ રાઇટ્સ OTT પ્લેટફોર્મ Amazon Prime દ્વારા ખરીદવામાં આવી છે. યશની આ ફિલ્મ હિન્દી, કન્નડ, તેલુગુ, મલયાલમ અને તમિલ ભાષાઓમાં એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે. તમે ઘરે બેઠા આ ફિલ્મની મજા માણી શકશો.
દિગ્દર્શક પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત ‘KGF ચેપ્ટર 2’ 27 મેથી એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે. જો કે, ફિલ્મના નિર્માતાઓએ OTT રિલીઝ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. તે જાણીતું છે કે આ ફિલ્મ 14 એપ્રિલ, 2022 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.
જણાવી દઈએ કે ‘KGF ચેપ્ટર 2’ એ તેની રિલીઝના સાતમા દિવસે પણ હિન્દી ભાષી રાજ્યોમાં તેની મજબૂત પકડ જાળવી રાખી છે. ગુરુવારે ફિલ્મના હિન્દી વર્ઝન 2017 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બાહુબલી 2’ નો રેકોર્ડ પણ તોડ્યો હતો, જેણે તેની રિલીઝના પ્રથમ સાત દિવસમાં બોક્સ ઓફિસ પર 246 કરોડ રૂપિયાનું ચોખ્ખું કલેક્શન કર્યું હતું. ‘KGF 2’ એ તેની રિલીઝના સાતમા દિવસે 250 કરોડ રૂપિયાના કલેક્શન સાથે ‘બાહુબલી 2’નો રેકોર્ડ તોડી નાખ્યો છે.
આ પણ વાંચો: હિમાચલ પ્રદેશ / હજુ કોંગ્રેસની ઊંઘ ઊડી નથી! ભાજપ અને AAPની તૈયારીઓ પૂરજોશમાં
આ પણ વાંચો: મહારાષ્ટ્ર / મંત્રી નવાબ મલિકને ઝટકો, SCમાં તાત્કાલિક મુક્તિની અરજી ફગાવી