મુંબઈની ગરિમા અરોરાને મીશ્લીન સ્ટાર મળ્યાં છે. શેફ ગરિમાના GAA રેસ્ટોરન્ટને મીશ્લીન સ્ટાર આપવામાં આવ્યા છે. ધ મીશ્લીન ગાઈડ થાઈલેન્ડ 2019માં આ રેસ્ટોરન્ટને સ્થાન આપવામાં આવ્યું છે.
મીશ્લીન ગાઈડ દ્વારા રેસ્ટોરન્ટને એમનાં અદભુત ફૂડનાં આધારે રેટિંગ આપવામાં આવે છે. ચેફ ગરિમાએ પોતાનું કિચન દોઢ વર્ષ પહેલાં શરુ કર્યું હતું અને ત્યારબાદ આ રેસ્ટોરન્ટને મીશ્લીન સ્ટાર મળી ગયાં છે. આ રેસ્ટોરન્ટમાં વિવિધ પ્રકારની ડીશ સર્વ કરવામાં આવે છે.
ગરિમા અરોરા મુંબઈની જય હિન્દ કોલેજમાં ભણી છે અને કુક બનવાની ટ્રેનીંગ લેતા પહેલાં તેઓ એક પત્રકાર તરીકે કામ કરતાં હતા. GAA રેસ્ટોરન્ટમાં 12 લોકો છે જેમાં 7 દેશનાં લોકો છે. આ રેસ્ટોરન્ટ રોજ 10 થી 12 વાગ્યા સુધી ખુલ્લું હોય છે. બેકગ્રાઉન્ડ મ્યુઝીક તરીકે સાલસા વાગતું રહેતું હોય છે.