Not Set/ મણિપુરમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન, 38 બેઠકો માટે 173 ઉમેદવારો મેદાનમાં

આજે મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો છે. જેમાં ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, બિષ્ણુપુર, ચુરાચંદપુર અને કાંગપોકપી સહિત પાંચ જિલ્લાઓમાં ફેલાયેલી 38 બેઠકો પર આજે મતદાન શરૂ થયું છે

Top Stories India Uncategorized
ELE

આજે મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો છે. જેમાં ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, બિષ્ણુપુર, ચુરાચંદપુર અને કાંગપોકપી સહિત પાંચ જિલ્લાઓમાં ફેલાયેલી 38 બેઠકો પર આજે મતદાન શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં 15 મહિલાઓ સહિત કુલ 173 ઉમેદવારો મેદાનમાં છે.

મણિપુરના મુખ્ય ચૂંટણી અધિકારી રાજેશ અગ્રવાલના જણાવ્યા અનુસાર, કુલ ઉમેદવારોમાંથી 39નો ગુનાહિત ઈતિહાસ છે.ભારતીય જનતા પાર્ટીએ તમામ 38 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસ 35 સીટો પર ચૂંટણી લડી રહી છે જ્યારે જનતા દળ (યુનાઈટેડ) 28 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

મણિપુરના મુખ્ય ચૂંટણી અધિકારી રાજેશ અગ્રવાલના જણાવ્યા અનુસાર, કુલ 12,09,439 મતદારો, જેમાં 5,80,607 પુરૂષ, 6,28,657 મહિલા અને 175 ટ્રાન્સજેન્ડર મતદારો છે, જેઓ 1,721 મતદાન મથકો પર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જે મતદારો કોવિડ પોઝિટિવ છે અથવા ક્વોરેન્ટાઇનમાં છે તેઓને છેલ્લી કલાકમાં બપોરે 3 થી 4 વાગ્યાની વચ્ચે મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, 381 મતદાન મથકો સંપૂર્ણ રીતે મહિલા મતદાન કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે, જ્યારે સૈકોટ ખાતેના એક મતદાન મથકનું સંપૂર્ણ સંચાલન વિકલાંગ મતદાન કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. ભારતના ચૂંટણી પંચ એ ઓળખના પુરાવા તરીકે ફોટો મતદાર કાપલી બંધ કરી દીધી છે, તેથી મતદારોએ આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, પાસબુક સહિત પંચ દ્વારા મંજૂર કરાયેલ 12 ઓળખ દસ્તાવેજોમાંથી એક રજૂ કરવો પડશે.