દાન/ મોડાસામાં ગાયત્રી પરિવારે અંતિમ સંસ્કાર સારી રીતે થાય તે માટે આપ્યું દાન

અતિં સંસ્કાર સારી રીતે થાય તે હેતુથી દાન આપવામાં આવ્યું

Gujarat
cccc મોડાસામાં ગાયત્રી પરિવારે અંતિમ સંસ્કાર સારી રીતે થાય તે માટે આપ્યું દાન

રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે અને તેના લીધે અનેક લોકો મરી રહ્યા છે .અંતિમ સંસ્કારમાં લાંબી લાઇનો જોવા મળે છે અને અગ્નિ સંસ્કાર માટે લાકડા ની પણ અછત જોવા મળે છે.અરવલ્લી જિલ્લામાં કોરોના સંક્રમણના લીધે અનેક લોકો મરી રહ્યા છે તેવા  સમયે મોડાસા ગાયત્રી પરિવાર દ્વારા અંગ્નિ સંસ્કાર કરવાની વ્યવસ્થા સારી રીતે થાય તેવા હેતુંથી રુપિયા 1.25 લાખનું દાન કરવામાં આવ્યું હતું.હાલમાં ચાલી રહેલા કોરોનાની મહામારીના કારણે કોરોનાગ્રસ્ત મરી રહ્યા છે તેમના અંતિમ સંસ્કાર સારી રીતે થાય તે હેતુથી મોડાસા ગાયત્રી પરિવારે સવા લાખનું દાન આપ્યુ છે.

કોરોનાગ્રસ્ત દર્દીઓનો મૃત્યુઆંક વધતા હોવાથી  મોડાસા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર માટે લાકડાની ખુબ જરૂરિયાત સર્જાઇ છે. આવી પરિસ્થિતિમાં અંતિમ સંસ્કાર માટે મદદરૂપ થવા, ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસા દ્વારા સૌ પરિજનોના સંપર્ક માટે ચાલી રહેલા સોશિયલ મીડિયા ગૃપમાં આ માટે મદદરૂપ થવા આહવાન કરવામાં આવ્યું હતું. જેના થકી ગાયત્રી સાધકો દ્વારા  દાનની રકમ એકત્રિત કરી રુપિયા એક લાખ પચ્ચીસ હજાર એક્ઠા કરવામાં આવ્યા હતા. આ રકમનો ચેક મોડાસા ખાતે સ્મશાનમાં વ્યવસ્થા સંચાલન કરી રહેલા મોડાસા મહાજન મંડળ ટ્રસ્ટને આર્થિક સહાય રુપે આપવામાં આવ્યો હતો.