Unwanted Call/ અનિચ્છનીય કોલ સામે સરકાર થઈ સખ્ત, આવશે નવો નિયમ

મોબાઇલ ફોનનો જો સૌથી મોટો ત્રાસ હોય તો રોજ આવતા અનિચ્છનીય કોલ છે. દરેક વ્યક્તિએ રોજના સરેરાશ દસથી પંદર જેટલા અનિચ્છનીય કોલનો સામનો કરવો પડે છે.  સરકાર અનિચ્છનીય કોલ સામે કડક બની છે.

India
Beginners guide to 2 અનિચ્છનીય કોલ સામે સરકાર થઈ સખ્ત, આવશે નવો નિયમ

નવી દિલ્હીઃ મોબાઇલ ફોનનો જો સૌથી મોટો ત્રાસ હોય તો રોજ આવતા અનિચ્છનીય કોલ છે. દરેક વ્યક્તિએ રોજના સરેરાશ દસથી પંદર જેટલા અનિચ્છનીય કોલનો સામનો કરવો પડે છે.  સરકાર અનિચ્છનીય કોલ સામે કડક બની છે.

આવામાં સરકારી સંસ્થા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે Trai તરફથી એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જે દેશભરમાં પહેલી સપ્ટેમ્બર 2024થી લાગુ થઈ જશે. આ નિયમ લાગુ થયા બાદ અનિચ્છનીય કોલથી લઈને થનારી સમસ્યાથી મોટી રાહત મળી શકે છે. તે માટે સરકાર તરફથી ટેલિકોમ કંપનીઓને પણ નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.

ટ્રાઈના રિપોર્ટ પ્રમાણે જો તમે તમારા ખાનગી મોબાઇલ નંબરથી ટેલીમાર્કેટિંગ કોલ કરો છો તો તમારો મોબાઈલ નંબર 2 વર્ષ માટે બ્લેકલિસ્ટ થઈ જશે. હકીકતમાં સરકાર તરફથી ટેલિમાર્કેટિંગ માટે એક નવી મોબાઈલ નંબર સિરીઝ જાહેર કરવામાં આવી છે. દૂરસંચાર વિભાગે નાણાકીય છેતરપિંડી રોકવા માટે નવી 160 વાળી નંબર સિરીઝ શરૂ કરી છે. તેવામાં બેન્કિંગ અને વીમા સેક્ટરે 160 નંબર સિરીઝથી પ્રમોશન કોલ અને મેસેજ કરવા પડશે.

આ પ્રકારના કોલ અને મેસેજ પર લાગશે પ્રતિબંધ

તેમ માનવામાં આવી રહ્યું છે કે નવા નિયમ લાગૂ થયા બાદ અનઇચ્છીત કોલ્સ અને મેસેજની સમસ્યાથી છૂટકારો મળી શકે છે, કારણ કે નવા મોબાઈલ નંબર પ્રતિબંધ નિયમમાં ઓટોમેટિક જનરેટેડ કોલ્સ અને મેસેજને પણ સામેલ કરવામાં આવ્યા છે, જેને રોબોટિક કોલ્સ અને મેસેજ પણ કહે છે. સરકાર પ્રમાણે 1 સપ્ટેમ્બરથી આવા દરેક કોલ્સ અને મેસેજ પર પ્રતિબંધ લાગી જશે.

આ રીતે કરી શકો છો ફરિયાદ

દૂરસંચાર વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 3 મહિનામાં 10 હજારથી વધુ ફ્રોડવાળા મેસેજ મોકલાઈ ચૂક્યા છે. જો તમારી પાસે આવા મેસેજ કે કોલ્સ આવે છે તો તેની ફરિયાદ સંચાર સાથી પોર્ટલ પર નોંધાવી શકાય છે. જો તમને કોઈ 10 ડિજિટવાળા મોબાઈલ નંબરથી મેસેજ મોકલે છે તો તમે તેની ફરિયાદ સીધી 1909 પર કરી શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હિંડનબર્ગ રિપોર્ટના ઘટસ્ફોટ પર કોંગ્રેસે તાત્કાલિક પગલા લેવા કરી માગ

આ પણ વાંચો:અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં બે જવાન શહીદ

આ પણ વાંચો:વકફ બિલ: બહુમતી હોવા છતાં બિલને JPCને મોકલવાનું કારણ શું છે?