દેશમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે સામાન્ય જનતતા ત્રાહિમામ પોકારી રહી છે. આ વચ્ચે દેશનાં પાંચ રાજ્યોએ જનતા માટે એક રાહતનાં સમાચાર આપ્યા છે. આ રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પર વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે VAT ઘટાડ્યો છે. જે બાદ આ રાજ્યોમાં પેટ્રોલ ડીઝલ અન્યત્ર કરતા સસ્તું મળી રહ્યું છે.
આપને જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળ, આસામ, રાજસ્થાન, મેઘાલય અને નાગાલેન્ડે પેટ્રોલ અને ડીઝલ પર વેલ્યુ એડેડ ટેક્સ (VAT) ઘટાડ્યો છે. પશ્ચિમ બંગાળએ રવિવારે (21 ફેબ્રુઆરી) ટેક્સમાં ઘટાડો કર્યો છે. પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો છે. ગયા મહિને જાન્યુઆરીમાં રાજસ્થાન દ્વારા પ્રથમ વખત પેટ્રોલ ડીઝલ પર વેટ ઘટાડવામાં આવ્યો હતો.
Stock Market / શેરબજારમાં વર્ષનો સૌથી મોટો કડાકો, સેન્સેક્સ 50062 પર ગબડ્યો
29 જાન્યુઆરીએ રાજસ્થાનમાં વેટ 38 ટકાથી ઘટાડીને 36 ટકા કરાયો હતો. આસામમાં પણ 12 ફેબ્રુઆરીએ પેટ્રોલ અને ડીઝલ પર 5 રૂપિયાનો વધારાનો ટેક્સ પણ હટાવાયો હતો, જે કોરોના વાયરસ સંકટ વચ્ચે વર્ષ 2020 માં પેટ્રોલ અને ડીઝલ પર લાદવામાં આવ્યો હતો. મેઘાલયે રાજ્યનાં લોકોને મહત્તમ રાહત આપી છે. મેઘાલય સરકારે પેટ્રોલ પર રૂ.7.4 અને ડીઝલ પર 7.1 રૂપિયાનો કર ઘટાડીને મોટી રાહત આપી છે.
નાગાલેન્ડે પેટ્રોલ પર વેટ 29.80 ટકાથી ઘટાડીને 25 ટકા કર્યો છે. જે બાદ તે પ્રતિ લિટર રૂ. 18.26 થી ઘટાડીને રૂ.16.04 કરવામાં આવ્યો છે. વળી, ડીઝલ પરનો વેટ 17.50 ટકાથી ઘટાડીને 16.50 ટકા કરવામાં આવ્યો છે. આ પછી, દર પ્રતિ લિટર 11.08 રૂપિયાથી ઘટાડીને 10.51 રૂપિયા થઈ રહ્યો છે.
Bank / આ બેંકમાં 12 પાસ માટે છે નોકરીની તક, કોઇપણ પરીક્ષા વગર થશે સિલેક્શન
આ રાજ્યોમાંથી પેટ્રોલ અને ડીઝલ પરનાં ટેક્સ હટાવ્યા બાદ કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્યો પર દબાણ વધ્યું છે. હાલમાં કેન્દ્રએ એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો ઇનકાર કરી દીધો છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 13 રૂપિયા અને ડીઝલ પર 16 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વસૂલતી હોય છે. કોરોના રોગચાળાને કારણે લોકડાઉનમાં ભારતનાં ક્રૂડતેલની ખરીદીનો ખર્ચ બેરલ દીઠ 19.9 ડોલર થયો છે.
પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને તેલની વધતી કિંમતો અંગે કહ્યું છે કે, ઓઇલ ઉત્પાદક દેશો (ઓપેક) નાં સંગઠનનાં નિર્ણયથી આગામી દિવસોમાં તેલની કિંમતોમાં ઘટાડો અથવા સ્થિર થવાની અપેક્ષા છે. આપને જણાવી દઈએ કે, ઓપેકે જાન્યુઆરીથી ક્રૂડ ઓઇલનાં ઉત્પાદનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
Business / જો તમે જુની કાર ખરીદો છો કે એક્સચેન્જ કરો છો તો આવી રીતે ડિએક્ટીવેટ કરો FASTag, નહીંતર કપાતા રહેશે પૈસા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…