દીપડાનો આતંક/ દીપડાને શહેરમાં આવતો રોકવા સરકાર બનાવશે એક્શન પ્લાન

ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વન્યપ્રાણીઓ દ્વારા થતાં હૂમલા અંગે નિવેદન આપ્યું છે કે, દીપડાનું શહેરી વિસ્તારમાં આવવું

Top Stories Gujarat Others
દીપડા

રાજ્યમાં વન્ય પ્રાણી દીપડાનું જોખમ દિવસે ને દિવસે વધી રહ્યું છે. જંગલમાંથી હવે ગામમાં, શહેરમાં દીપડા આવવાની અને તેમના હૂમલાની તેમજ બાળકોને ઉઠાવી જવાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર હવે દીપડાને રોકવા એક્શન પ્લાન બનાવી રહી છે.

ગીર સોમનાથ, રાજકોટ, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં દીપડાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વન્યપ્રાણીઓ દ્વારા થતાં હૂમલા અંગે નિવેદન આપ્યું છે કે, દીપડાનું શહેરી વિસ્તારમાં આવવું ચિંતાજનક છે. દીપડા સહિતના વન્યપ્રાણીઓ હવે શહેરો સુધી આવી રહ્યા છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવી રહ્યો છે. જેમાં હિંસક પ્રાણીઓને જંગલમાં મોકલવા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે. સર્ચ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ કાયદાનું અમલીકરણ થશે.

અગાઉ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના અન્ય ક્ષેત્રોમાં દીપડાના આંટાફેરાને લઈ લોકોને સાવચેત રહેવા સરકાર અને વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં દીપડાની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. દીપડાઓની સંખ્યા 2 હજારને પાર પહોંચી ગઈ છે. વર્ષ 2019માં દીપડાની સંખ્યા 1600 હતી, જે વધીને વર્ષ 2023 માં આ આંકડો કુલ 2274 એ પહોંચી ગયો છે. હવે તો શહેરી વિસ્તારોમાં પણ દીપડા ઘૂસી આવ્યાની ઘટના જોવા મળી રહી છે. ત્યારે શહેરી વિસ્તારોમાં આવી ચડતાં દીપડાઓને રોકવા સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: