હવામાન વિભાગએ જણાવ્યું હતું કે, ઠંડી પછી આગામી પખવાડિયાથી સમગ્ર દેશમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગએ કહ્યું કે, દક્ષિણ દ્વીપકલ્પ અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે.
આગામી બે અઠવાડિયા માટે તેની આગાહીમાં, IMD એ જણાવ્યું હતું કે, અઠવાડિયાના મોટાભાગના દિવસો માટે દેશના બાકીના ભાગોમાં હવામાન શુષ્ક રહેવાની ધારણા છે. તેમણે કહ્યું કે 24 ફેબ્રુઆરીથી 2 માર્ચની વચ્ચે દેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે વધારો થવાની ધારણા છે. હવામાન કચેરીએ જણાવ્યું હતું કે, વિવિધ પરિમાણો સૂચવે છે કે આગામી બે અઠવાડિયા દરમિયાન ઉત્તર હિંદ મહાસાગરમાં ચક્રવાતની કોઈ શક્યતા નથી.
આ પણ વાંચો:જાણો,અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આરોપીઓને શું આપી સજા
2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિત 49 આરોપીઓને આજે વિશેષ કોર્ટમાં સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે 38 આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. જ્યારે 11 ને આજીવન કેદની સજા સંભળાવી છે,અગાઉ, ફરિયાદ પક્ષે કોર્ટને તમામ ગુનેગારોને ફાંસીની સજા આપવાની માંગ કરી છે, જ્યારે બચાવ પક્ષે કોર્ટમાં ઓછામાં ઓછી સજાની અપીલ કરી હતી. 8 ફેબ્રુઆરીના રોજ સેશન્સ કોર્ટના જજ એ.આર.પટેલે ચુકાદામાં 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે 77માંથી 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. હવે બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોની સજાની ચર્ચા પૂરી થઈ ગઈ છે. જેના પર આજે સજાની જાહેરાત કરવામાં આવશે. 13 વર્ષ પહેલા થયેલા આ ધડાકાએ સમગ્ર ભારતને હચમચાવી નાખ્યું હતું.
આપને જણાવી દઈએ કે અમદાવાદમાં થયેલા આ સીરિયલ બ્લાસ્ટ બાદ પોલીસને સુરતના અલગ-અલગ વિસ્તારોમાં બોમ્બ મળ્યા હતા, ત્યારબાદ અમદાવાદમાં 20 અને સુરતમાં 15 એફઆઈઆર નોંધવામાં આવી હતી. કોર્ટે તમામ 35 એફઆઈઆરને એક સાથે જોડી દીધા બાદ આ મામલાની સુનાવણી કરવામાં આવી હતી.