માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ
ભારતમાં કોરોના મહામારીને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે. તેમ છતાં હજી સુધી પરિસ્થિતિ કાબુમાં આવી નથી. કોરોનાના કારણે લોક ડૉઉન પણ લાદવામાં આવ્યું હતું.ત્યાર બાદ હોટેલ રેસ્ટોરન્ટનો વ્યવસાય પડી ભાગ્યો હતો. અનલોક થતા હોટલ રેસ્ટોરન્ટ કેટલાક નિયમોને આધીન શરૂ થયા હતા. જેથી માંડ ગાડી પાટે ચઢી હતી.પરંતુ છેલ્લા હતા ત્યાં ના ત્યાં. એવી પરિસ્થિતિ હોટલ રેસ્ટોરન્ટ સાથે સંકળાયેલા વેપારીઓની થઈ છે.રાત્રી કરફ્યુ લાગુ થતા ફરીથી હોટલ રેસ્ટોરન્નના વ્યવસાયમાં મંદી જોવા મળી છે.
કોરોનાના કારણે સમર્ગ વિશ્વમાં આર્થીક મહામંદીની પરિસ્થિતિ સર્જાઇ છે.ત્યારે તમામ ધંધા રોજગારની કમર કોરોનાએ તોડી છે. કોરોનાના કારણે લાગેલા કરફ્યુની પાબંધીઓથી પાયમાલી તરફ જવાનો તમામ રોજગાર ધરાવતા વેપારીઓનો વારો આવ્યો છે.જેથી વેપારીઓથી માંડીને નોકરિયાત વર્ગ પણ આર્થિક ભીંસમાં પીસાતો જોવા મળ્યો છે. હોટલ રેસ્ટોરન્ટનો વિશ્વનો સૌથી મોટો વ્યાપાર કહેવાય છે.તે પણ આમાંથી બાકાત નથી.
કોરોનાના કારણે ગુજરાતની હોટલ રેસ્ટોરન્ટને 10 હજાર કરોડથી વધુ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.હોટલ રેસ્ટોરન્ટ ઇન્ડરસ્ત્રીમાં 40 ટકા વ્યાપાર કોરોનાના કારણે બંધ થઈ ગયો છે. જો આવી જ પરિસ્થિતિ આગમી દિવસોમાં રહી તો 25 ટકા ઉપરનો વ્યાપાર બંધ જોવા મળશે.કેટલીક નાની મોટી હોટલો પર તો નફાની જગ્યાએ ખોટ સહન થતા તાળા વાગી ગયા છે. કેટલાક વેપારીઓને તો ગુજરાન ચલાવવાના પણ ફાફા પડી ગયા છે.બીજી તરફ કેટલાક વેપારીઓ ઘર ચલાવવા હોટલ વેચી રહ્યા છે તો કેટલાક ફ્રનીચર સહિતની કેટલીક હોટલ રેસ્ટોરન્ટની વસ્તુઓ.ભાડે હોટલ ચલાવતા વેપારીઓને નુકશાની ભોગવવાના કારણે આ વ્યવસાય માંથી જ સન્યાસ લીધી છે.
સમર્ગ ગુજરાતમાં 5 સ્ટાર હોટલ અને ઢાબા સુધીની લગભગ 40,000 ઉપરની હોટલ છે.જેમાં 1 વર્ષમાં 10 હજાર કરોડ જેટલું નુકશાન થયું છે.આ રોજગાર સાથે જોડાયેલા નોકરિયાત વર્ગ પર પણ માઠી અસર થઈ છે.ગામડાઓમાંથી રોજગાર મેળવવા આવતા 50 ટકા લોકો બેરોજગાર નીવડ્યા છે.મહાનગરોમાં લોકો રાત્રીના 8 વાગ્યા બાદ જમવાનું વિચારતા હોય છે.પરંતુ કરફ્યુ રાત્રિના 9 થી સવારે 6 સુધીનો હોવાથી લોકોને 9 વાગ્યે ઘરે પહોચવું પડતું હોય છે.સાથે 8 વાગ્યે હોટલ રેસ્ટોરન્ટમાં વાઇન્ડ અપ કરવાની શરૂવાત થઈ જાય છે.જેથી લોકો પણ બહાર જમવા આવવાનું તાળી રહ્યા છે.હોટલ રેસ્ટોરન્ટનો 70 ટકા વ્યવસાય રાત્રીના 8 વાગ્યા બાદનો જ હોય છે.જેથી કરફ્યુના કારણે કફોળી પરિસ્થિમાં આવી ગયો છે.રાત્રી કરફ્યુના કારણે વ્યવસાય ઉપર 60 ટકા અસર થઈ છે.વેપારીઓ વ્યાજ ભરતા થઈ ગયા છે.