કાર્તિક વાજા,ઉના@ મંતવ્ય ન્યૂઝ
ઊના ગીરગઢડા પંથકમાં કોરોનાની બીજી લહેરની કારમી થપાટ અને બાદમાં વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હોય મોટા ભાગના ગ્રામ્ય વિસ્તાર કુદરતી આફતની લપેટમાં આવી ગયા છે. લોકોને ભારે નુકસાની થવાના કારણે રહેણાંકીય મકાનો અને વાડી વિસ્તારો બરબાદ થતાં વિજળી થાંભલા મોબાઇલ ટાવરો અને ડિસ કનેક્શનના વાયરો લાઇનો તુટી જવાના કારણે નેટકનેક્ટીવીટી સાથે સંપર્ક વિહોણા બન્યા છે. અને તેમાંય સરકાર દ્વારા 7 જુનથી શાળાઓનું શૈક્ષણીક નવુ વર્ષનો પ્રારંભ કરવામાં આવેલ હોય વિદ્યાર્થીઓને કોરોનાની ત્રીજી લહેરના ભયથી બચાવવા ઓનલાઇન શિક્ષણ આપવાના આદેશ સાથે શિક્ષણ કાર્ય શરૂ કરી દેવાયુ છે. પરંતુ વાવાઝોડાની તબાહી પછી ઓનલાઇન શિક્ષણ સમગ્ર પંથકની શાળામાં ઓફ થઇ ગયુ છે. જેના કારણે ઊના-ગીરગઢડા તાલુકાના હજારો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહેતા હોવાનું જાણવા મળી રહ્યુ છે.
તા.17 મે.ના આવેલ તાઉતે વાવાઝોડાએ ગ્રામ્ય વિસ્તારની કમર તોડી નાખી હોય ન કલ્પી શકાય તેવું નુકસાન થતાં લોકો ચોમાસા પહેલા પોતાના રહેવાના આશરા ઉપર છત ધાકવા અને પોતાના સરસમાન બચાવવાના કાર્ય લાગી ગયા છે. તો બીજી તરફ ચોમાસાનો પ્રારંભ થતાં ખેતીવાડીને સાફ સુફી કરી ચોમાસુ પાક વાવેતર કરવાની તૈયારી કરે છે. શ્રમિક વર્ગની મોટી વસ્તી ધરાવતા આ પંથકના લોકો પોતાના બાળકો સાથે સવારથી સાંજ સુધી રોજગાર મેળવવા જતાં રહે છે.
સુવિધા હોવા છતાં ગ્રામિણ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શક્તા નથી
રાજ્ય સરકારે ઓનલાઇન શિક્ષણનો પ્રારંભ કરી દીધો છે. સરકારી શાળાઓમાં સંશાધનો અને માઇક્રો સોફ્ટ ટ્રેનિંગ આપતી શિક્ષકોની ટીમ બનાવી જેતે વિસ્તારોની શાળાઓમાં ડી.ડી ટીવી, વંદે ગુજરાત અને શાળાઓ બાયસેફ અને ઓનલાઇનના માધ્યમથી બાળકોને શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા પણ કરી દેવાયેલ પરંતુ હાલમાં છાત્રો ઓનલાઇન શિક્ષણમાં જોડાતા ન હોવાનું પ્રા.શાળાના શિક્ષકોમાંથી જાણવા મળે છે. ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડા બાદ મોટી સમસ્યા વિજળી અને નેટકનેક્ટીવીટીની બની ગઇ છે. પીજીવીસીએલ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પાવર કાર્યરત કરી દીધાની વાતો કરી રહી છે. પરંતુ ફુલ ફેસમાં પાવર અપાતો ન હોવાથી લોકો આજે પણ હાલાકી ભોગવી રહ્યા છે. પ્રાથમિક શાળા ઓમાં પણ વિજળી દિવસ દરમ્યાન ન હોવાથી ઓનલાઇન શિક્ષણ શરૂ થયેલ નથી.
હાલ ધરકામ અને વાડી વિસ્તારોમાં માતા-પિતા બાળકોને સાથે રાખી રહ્યા છે
શાળાઓમાં પણ નુકસાન થયુ હોવાથી શિક્ષકો પણ સમસ્યા ઓનો સામનો કરી રહ્યા છે. વર્તમાન સમયમાં દરેક ગ્રામ્ય વિસ્તારોમાં ટીવી, મોબાઇલ જેવા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ નેટ કનેક્ટીવીટી અને ડિસ પ્રસારણના અભાવે ઓનલાઇન શિક્ષણ કાર્યરત કરવું અસંભવ હોવાની વાત ખુદ શિક્ષકોજ જણાવી રહ્યા છે. હાલની ગ્રામ્ય વિસ્તારની સમસ્યા જોતા વાલીઓ પણ પોતાના બાળકોને અભ્યાસ માટે શાળાએ મોકલવાનું ટાળી વાવાઝોડાથી થયેલ નુકસાની અને મુસીબત આવી છે. તેમાં મદદ કરવા બાળકોને પોતાની સાથે રાખી રહ્યા છે. જેથી પોતાના પરીવારો ફરી કામ કરી શકાય.
ઓનલાઇન શાળા શરૂ કરી શકાય તેવી વ્યવસ્થા છે
શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળા ઓમાં ઓનલાઇન અભ્યાસ માટે તમામ વ્યવસ્થા ઉભી કરી છે. શિક્ષકો પણ એક્ટીવ રીતે બાળકોનો સંપર્ક કરી તેને અભ્યાસ ક્રમ મુજબ ગ્રૃપ બનાવી ઓનલાઇન હોમવર્ગ અને ઓનલાઇન શિક્ષણ લેવા મોબાઇલ ધરાવતા મોબાઇલ બાળકોને અભ્યાસ આપવા માંગે છે. મોબાઇલ ન હોય તેવા વિદ્યાર્થીના ધરે ટીવી વ્યવસ્થા હોવા છતાં લાઇટ અભાવે બંધ રહે છે. મોબાઇલ વાલી લઇ જતા હોવાથી બાળકનો સંપર્ક કરી શક્તા નથી. નેટ કનેક્ટીવીટી અભાવે હોમવર્ગ પણ મળી શક્તુ નથી. સાંજના 7 વાગ્યા બાદ બાળક વાલીઓનો સંપર્ક થતો હોય આવા સમયે કોણ શીક્ષણ આપે ? તેવા પ્રશ્નો પણ મુંજવી રહ્યો છે.
મોટાભાગના બાળકોને માતા પિતા સાથે લઇ જાય છે
ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડા પછી ખેતીવાડી કામો અને રહેણાંકીય મકાનોના સમાર કામો માટે માતા-પિતા પોતાના સંતાનોને સાથે લઇ જતાં હોવાથી ગામમાં બાળકો ન મળતા શિણક્ષ્ કાર્ય ઓનલાઇ શરૂ થઇ શક્તું નથી. વાવાઝોડાએ ભારે તબાહી મચાવી અને તે પહેલા લોકડાઉન કોરોનાની બીજી લહેરએ દોઢ વર્ષમાં શિક્ષણક્ષેત્રનું ખેદાન મેદાન કરી દેતા વિદ્યાર્થીઓનું ભાવી અંધકાર તરફ ઢસડાઇ રહ્યુ છે. તે ચિંતાનો વિષય બની ગયો છે.