સુરત,
સુરતના ઉધના વિસ્તારમાં આવેલા રેલ્વે સ્ટેશનના નવા બનાવાયેલા બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત રેલવે ખાતે રેલ્વેના જનરલ મેનેજર અનિલકુમાર ગુપ્તા નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા.
તેવોએ ઉધના રેલ્વેની વાર્ષિક નિરીક્ષણ કર્યા બાદ ઉધના રેલ્વે સ્ટેશનનું નેવી પલાણ પાસ કર્યું હતું. આઇઆરએસડીસી અધિકારીઓએ 15 મિનિટનું પ્રેજેન્ટેશન પણ આપ્યુ હતું અને નવા બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું હતું.
નવસારીના સાંસદ સીઆર પાટીલ અને રેલવે કમિટીનના મેમ્બરોએ સ્થાનિક મુદ્દાઓ રજુ કર્યા હતા. રેલ્વેના જનરલ મેનેજર અનિલકુમાર ગુપ્તાએ રેલવેની વાર્ષિક નિરીક્ષણની શરૂઆત ઉધના રેલ્વે સ્ટેશનથી કરી હતી.
તેવો જણાયું હતું કે, ઉધનાથી લઇ વિરાર સ્ટેશન સુધી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રેલવેના ડેવલપમેન્ટને લઈ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. રેલવેના ડેવલપમેન્ટને લઈને અધિકારીઓ સાથે બેસી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.