Not Set/ વધતા જતા સંક્રમણને લઈને રાજયોના આ શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન લંબાવ્યું

કોરોના કેસ  સતત વધતા જોવા મળી  રહ્યા છે .ત્યારે આ કોરોના સંક્રમણને નાથવા સરકાર અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા છે. ત્યારે સરકાર  દ્વારા  આ સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા  36 જીલ્લાઓમાં રાત્રી કર્ફ્યું લગાવી દેવામાં આવ્યું છે .તેમજ આવશ્યક ચીજવસ્તુ સિવાય બધી બજારો બંધ કરવામાં આવી છે . ત્યારે  આ વધતા  જતા સંક્રમણને લઈને  અમુક શહેરોમાં  લોકડાઉન […]

Gujarat Others
Untitled 53 વધતા જતા સંક્રમણને લઈને રાજયોના આ શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન લંબાવ્યું

કોરોના કેસ  સતત વધતા જોવા મળી  રહ્યા છે .ત્યારે આ કોરોના સંક્રમણને નાથવા સરકાર અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા છે. ત્યારે સરકાર  દ્વારા  આ સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા  36 જીલ્લાઓમાં રાત્રી કર્ફ્યું લગાવી દેવામાં આવ્યું છે .તેમજ આવશ્યક ચીજવસ્તુ સિવાય બધી બજારો બંધ કરવામાં આવી છે . ત્યારે  આ વધતા  જતા સંક્રમણને લઈને  અમુક શહેરોમાં  લોકડાઉન લંબાવ્યું છે .

વધતા જતા સંક્રમણને લઈને  અરવલ્લીના  મોડાસા શહેર 5 દિવસ સંપૂર્ણ બંધ રહેશે . શહેરમાં આજથી રવિવાર સુધી સ્વૈચ્છિક બંધ રહેશે.  નોધનીય છે કે સવારે 7 થી 10, સાંજે 5 થી 8 સુધી વેચાણ કરી શકાશે. શાકભાજી વિક્રેતા દિવસમાં બે સમય કરી શકાશે વેચાણ  તેમજ મેડિકલ સેવા અને ફ્લોર ફેકટરી સિવાયના રોજગાર બંધ  રહેશે . વધતા જતા સંક્રમણને લઈને   હળવદમાં લોકડાઉન નિર્ણય લંબાવ્યો છે. તેમાં પરિસ્થિતિ થાળે નહીં પડે ત્યાં સુધી રખાશે બંધ.

જામનગર ગ્રેઈન માર્કેટ સપ્તાહ માટે  બંધ કરવામાં આવી જેમાં વધતા જતા કોરોના સંક્રમણ  માટે  આ નિર્ણય  લેવામાં આવ્યો .જે વેપારીઓએ સ્વૈચ્છિક રીતે નિર્ણય કર્યો છે .જેમાં  માર્કેટ સવારે  8 થી બપોરે 2 સુધી તમામ દુકાનો ખુલ્લી રહેશે. શનિવાર અને રવિવારે સંપૂર્ણ દુકાનો બંધ રહેશે.

વધતા જતા સંક્રમણને લઈને અરવલ્લીનું  શામળાજી મંદિર 15 મે સુધી બંધ રહેશે .જે અંગે નો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે .તેમજ બંધ મંદિર માં ભગવાનની પૂજા કરવામાં આવશે. તેમજ પ્રખ્યાત અંબાજી મંદિર  કોરોના ના વધતા જતા સંક્રમણને લઈને 12 મે સુધી બંધ કરવામાં આવ્યું છે.