@રીઝવાન શેખ, મંતવ્ય ન્યુઝ, અમદાવાદ
પોતાની જાતને જુહાપુરાનો ડોન માનતો અમીન મારવાડીએ ગઈ કાલે મોડી સાંજે પોલીસ જવાન પર ફોર વહીલ ચડાવીને હત્યાની કોશિશ કરી હતી. જેમાં વેજલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સિદ્ધાર્થ સિંહ ઈજાગ્રસ્ત થયા હતા.પોલીસે અમીન મારવાડીની ફોર વ્હીલને તપાસતા અંદરથી એક રિવોલ્વર , તલવાર, છરી , અને બે બેઝબોલના દંડા મળી આવતા પોલીસે અમીન મારવાડી વિરુદ્ધ હાફ મર્ડર સહીત પોલીસની કામગીરીમાં રુકાવટ અને ગેરકાયદેસર હથિયાર રાખવાનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની શાહી હજી સુખાઈ પણ નથી ને ત્યાં અમીન મારવાડીની ડોનગીરી દેખાડતી એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ છે. વીડિયોમાં સફેદ કલરનો ઝબ્બો લેંઘો પહેરીને ઉભેલો વ્યક્તિ અમીન મારવાડી છે. તે પોતાની જાતને જુહાપુરાનો ડોન માને છે અને તે કોઈનાથી ડરતો નથી તેવું તેનું અભિમાન છે.
વિડીયોમાં અમીન મારવાડીએ હવામાં એક રાઉન્ડ ગોળીબાર કરતો દેખાય રહ્યો છે. વિડીયો નરીમાનપુરા પાસેના ફાર્મ હાઉસ પાસે શૂટ કરવામાં આવી હોય જુહાપુરામાં લોકોની અંદર ચર્ચા ચાલી રહી છે.અમીન મારવાડીના મોઢા પર કાયદા કે પોલીસનો કોઈ ખોફ જ નથી દેખાઈ રહ્યો. આખરે કોના બળ ઉપર અમીન મારવાડી આટલી દબંગાઈ કરી રહ્યો છે તે મોટો પ્રશ્ર્ન છે.
શું તેના ઉપર કોઈ મોટી વ્યક્તિનો હાથ છે ? કે પછી અમીન મારવાડીને પડદા પાછળથી કોઈ ભરપૂર સપોર્ટ કરી રહ્યું છે ? આવા અનેક સવાલોને જોતા હવે વેજલપુર પોલીસની કામગીરી ઉપર નવાઈ લાગી રહી છે કે એક ગુંડો પોતાની જાતને જુહાપુરાનો ડોન તરીકે છાપ આપે છે, લોકોમાં દહેશત ઉભી કરાવવા માટે હવામાં ફાયરિંગ કરીને તેની વિડીયો બનાવે છે એટલું જ નહીં પોતાની કારને ફૂલ સ્પીડે દોડાવીને પોલીસ જવાને કચડી દેવાની કોશિશ કરીને તેની હત્યા કરવાનો પ્રયાસ કરે છે તેમ છતાં પણ પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરી રહી છે તે સામાન્ય લોકોની સમજની બહાર છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…