શ્રાવણ માસનું મહત્વ શિવભક્તોમાં સૌથી વધારે હોય છે. દેવપોઢી એકાદશી પછીથી શરૂ થતાં ચાતુર્માસનો આ પ્રથમ મહિનો હોય છે. શ્રાવણ માસમાં શિવભક્તિમાં ભક્તો લીન બને છે તો વળી આ પવિત્ર મહિનામાં ભક્તો ઉપવાસ રાખતા હોય છે.શ્રાવણમાસ ચાલી રહ્યોં હોવાથી જૂનાગઢ શહેરમાં મટન માર્કેટ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.જૂનાગઢ મહાનગર પાલિકા દ્રારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.તેમાં મટન માર્કેટ બંધ રાખવાવા નિર્દેશ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે પરિપત્રમાં 1 ઓગષ્ટ,8,11,15,19,22 અને 27 ઓગષ્ટના રોજ આ માર્કેટ બંધ રાખવા જણાવવામાં આવ્યું છે.જેમાં ફિશ માર્કેટ,નોનવેજ લારીઓ અને ઈંડાની લારીઓનો પણ સમાવેશ થાય છે.આ હુકમ ગુજરાત પ્રોવિનિશયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ કલમ-466(1)(ડી)હેઠળ કરવામાં આવ્યો હતો.