જાયે તો જાયે કહાં/ કોંગ્રેસના નેતાઓનો ભાજપમાં દમ ઘૂંટાય છે! ટિકિટની રાહ જુએ છે,મળે તો ભાજપ નહીં તો ફરી ઘરવાપસી કરવાના ફિરાક માં….

ભાજપ ટિકિટ ફાળવણીમાં ‘નો રિપીટ’ અને આયાતીને ઘેર બેસાડવાની ફોર્મ્યુલા અપનાવે તો સન્યાસ લેવા કરતા પક્ષ પલટો કરવાની તૈયારી

Top Stories Gujarat Others
નો-રિપીટ થિયરી

ગુજરાતમાં વિધાનસભા ની ચૂંટણી નજીક આવતા જ મૂળ કોંગ્રેસનું ગૌત્ર ધરાવતા નેતાઓ માટે મુસીબત ઉભી થઈ ગઈ છે, જો ભાજપ ટિકીટ નહી આપે તો ઘરવાપસી કરવાના મૂડમાં છે પણ તેમાંય કેટલાક નેતાઓના મતે માટે ત્રીજો પક્ષ મજબૂત વિકલ્પ બની શકે છે. વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ નો-રિપીટ થિયરી અમલી કરી શકે છે અને જો તેમ થાય તો 100થી વધારે નેતાઓના રાજકીય સન્યાસ લેવો પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે પરિણામે આવા નેતાઓની હાલત કફોડી બની શકે છે અને તેમના ચૂંટણી લડવાના અભરખા અધૂરા જ રહી શકે છે.

2022 ની ચૂંટણીમાં ભાજપ હવે નો-રિપીટ થિયરી અપનાવીને દિગ્ગજ અને જૂનાજોગી નેતાઓને ઘેર બેસાડવાની તૈયારીમાં લાગ્યો છે. 100થી વધારે ધારાસભ્યોની ટિકીટ કપાઈ શકે છે અને તેમની રાજકીય કારકિર્દી પુરી કરી દેવામાં આવી શકે છે,જો કે, કોંગ્રેસમાંથી આવેલા મોટાભાગના નેતાઓને ઘેર બેસાડવાની તૈયારીઓ થઈ હોવાની શક્યતા ના આધારે કોંગ્રેસના આવા નેતાઓ ફરીથી પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોંગ્રેસનો પંજો પકડી શકે છે. હાલ નવરા પડેલા કેટલાય કોંગ્રેસના નેતાઓનો પણ ભાજપમાં દમ ઘૂંટાઈ રહ્યો છે, કેમકે હજુ ભાજપ ની નેતાગીરી આવા આયાતી કૉંગ્રેસ ના લીડર પર એટલો વિશ્વાસ રાખી શકતી નથી. જેથી ભાજપ માં આવી ને પસ્તાયી રહેલા નેતાઓ વિધાનસભાની ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે. જો ભાજપ ટિકિટ નહીં આપે તો ફરી કોંગ્રેસ માં ઘરવાપસી કરી શકે છે નહીતો જો નવી પાર્ટી આવી છે એ ટિકિટ આપે તો એમાં જઇ ને પણ લડી શકે છે.

દુર્ઘટના /  ભાવનગર ખાતે ઇલેક્ટ્રીક શોક લાગતા માતા-પુત્રનું કરૂણ મોત