Banaskantha News : બનાસકાંઠાના થરાદની મુખ્ય કનાલ મોતની કેનાલ બનતા ચકચાર મચી ગઈ છે. થરાદની આ કેનાલમાંતી બે તરતા મૃતદેહ જોવા મળતા આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.આ બનાવની વિગત મુજબ બનાકાંઠાના થરાદની મુખ્ય કેનાલમાંથી બે તરતા મૃતદેહ જોવા મળ્યા હતા. અહીંથી અવરજવર કરતા રાહદારીઓનું ધ્યાન આ તરતા મૃતદેહો પર જતા તેઓ ઉઠ્યા હતા. તેમણે તાત્કાલિક ફાયરબ્રિગેડને આ અંગે જાણ કરી હતી.
જેને પગલે ફાયર કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાદમાં તેમણે કેનાલમાંતી બન્ને મૃતદેહો બહાર કાઢ્યા હતા.આ અંગે તપાસ કરવામાં આવતા બન્ને પ્રેમી પંખીડા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું. થરાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકોની ઓળખ તથા સરનામા અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે કર્યુ અનુમાન, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું
આ પણ વાંચો: રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, 8થી વધુ ઘાયલ
આ પણ વાંચો: સામુહિક આપઘાત કેસ:બળજબરીથી 20 લાખ કઢાવવા લખાણ કરી પરિવારને મરવા મજબુર કર્યા,બે સામે ગુનો નોંધાયો