ભારતીય ટેલિવિઝન જગતમાં “ભાભી જી ઘર પર હૈ” નામનો શો ચર્ચામાં રહેતો હોય છે. આ શોમાં જોવા મળતી કોમેડી તમામ પ્રકારના દર્શકોનું દિલ જીતી લે છે. આ જ કારણે તે આ શો ખુબ ચર્ચામાં રહે છે, પરંતુ થોડા સમય પહેલા ભાભી જી ઘર પર હૈના ફેવરેટ અનિતા ભાભી એટલે સૌમ્યા ટંડને શૉને અલવિદા કહીં દીધું છે.
સૌમ્યા ટંડન દ્વારા છોડવામાં આવેલા આ શો બાદ દર્શકોને ઉત્સુકતા હતી કે, અનિતા ભાભીની જગ્યાએ હવે કોણ આવશે, ત્યારે હવે આ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે. હવે હજી એક અભિનેત્રીનું નામ ચર્ચામાં રહ્યું છે, જેમાં નેહા પેન્ડસે હવે અનિતા ભાભીનો રોલ પ્લે કરવા માટે તૈયાર છે.
એક રિપોર્ટ મુજબ, શોના મેકર્સ દ્વારા આ પાત્ર માટે ફૅમસ એક્ટ્રેસ નેહા પેન્ડસેનું નામ ફાઈનલ કરી લીધું છે. આપને જણાવી દઈએ કે, નેહા એક ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે, તેણે તેલુગુ, તમિલ, હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. એ સિવાય નેહા ટીવી સીરિયલમાં પણ નજર આવી ચૂકી છે. નેહા ફૅમસ ટીવી રિયાલિટી શૉ બિગ-બૉસ સીઝન 12માં પણ નજર આવી ચૂકી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…