રણજી ટ્રોફીની બીજી ક્વાર્ટર ફાઈનલમાં મુંબઈ અને ઉત્તરાખંડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈની ટીમે રેકોર્ડ 725 રને જીત મેળવી હતી. પરંતુ તેના થોડા સમય બાદ મીડિયામાં આવા સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા હતા, જેના પછી ઉત્તરાખંડ ક્રિકેટ(UTARAKHAND CRICKET ASSOCIATION) એસોસિએશને આગળ આવીને સ્પષ્ટતા કરવી પડી હતી.ભારતીય ક્રિકેટરોનું જમવાનું બિલ જોઇને બીસીસીઆઇના (BCCI) પણ હોંશ ઉડી ગયા છે, ઉત્તરાખંડ ખેલાડીઓ પાછળ જમવાનું ખર્ચ 1.74 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે,આ બિલ 2021-22 વર્ષનો સામે આવ્યો છે.કેળા,પાણીની બોટલ સહિત ખાવાની વસ્તુઓ પર અધધ ખર્ચ કરવામાં આવ્યું છે, આ અંગે ઉત્તરાખંડ ક્રિકેટ એસોસિએશને સ્પષ્ટતા કરવી પડી હતી.
આ પણ વાંચો president election/ ‘લાલુ પ્રસાદ યાદવ’ લડશે રાષ્ટ્રપતિની ચૂંટણી!આ કારણથી થઇ પુષ્ટિ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્તરાખંડ રાજ્યની ટીમ (ઉત્તરાખંડ રણજી ટીમ)ના ખેલાડીઓને માત્ર 100 રૂપિયાનું દૈનિક ભથ્થું આપવામાં આવે છે. વાસ્તવમાં, અહેવાલમાં જણાવ્યું હતું કે ઉત્તરાખંડ ક્રિકેટ એસોસિએશન, જે કાગળ પર લાખો કરોડનો ખર્ચ બતાવે છે, તે ખેલાડીઓને માત્ર 100 રૂપિયાનું દૈનિક ભથ્થું આપે છે. ઉત્તરાખંડ ક્રિકેટે આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે અને ખેલાડીઓના ખાવા-પીવાના ખર્ચનો પર્દાફાશ કર્યો છે, જેણે બધાને આશ્ચર્યચકિત કર્યા છે.
આ પણ વાંચો Ukraine Crisis/ રશિયન ગોળીબારમાં યુક્રેનને ભારે નુકસાન, વેરહાઉસમાં રાખવામાં આવેલ 3 લાખ ટન અનાજ વેડફાયું
ઉત્તરાખંડ ક્રિકેટ એસોસિએશનના જણાવ્યા અનુસાર ખેલાડીઓના જમવા પાછળ 1.74 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે ખેલાડીઓને આપવામાં આવતા દૈનિક ભથ્થા પર કુલ 49 લાખ 58 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ખેલાડીઓ માટે કેળા ખરીદવા માટે કુલ 35 લાખ અને પાણીની બોટલ પર 22 લાખનો ખર્ચ થયો હતો. આ સાથે એવું કહેવાય છે કે 2021-22માં ખેલાડીઓ માટે 1250 અને સહાયક સ્ટાફ માટે 1500 દૈનિક ભથ્થું નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો Covid-19 Update/ વડોદરા : કોરોના કેસોમાં મોટો ઉછાળો, 24 કલાકમાં નોધાયા 33 નવા કેસ