meeting cancelled/ આજે અયોધ્યામાં યોજાનારી રેસલિંગ ફેડરેશન એજીએમની બેઠક રદ,સરકારના નિર્ણયના લીધે 4 અઠવાડિયા માટે સ્થગિત

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રેસલિંગ એસોસિએશનની એક્ઝિક્યુટિવ મીટિંગ બોલાવી હતી, પરંતુ આજે અચાનક આ મીટિંગ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Top Stories India
meeting cancelled

meeting cancelled   ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રેસલિંગ એસોસિએશનની એક્ઝિક્યુટિવ મીટિંગ બોલાવી હતી, પરંતુ આજે અચાનક આ મીટિંગ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રમત મંત્રાલયના પ્રતિબંધને કારણે બેઠક સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ બેઠક 4 અઠવાડિયા સુધી નહીં થાય. નિર્ધારિત બેઠકમાં બ્રિજ ભૂષણ કારોબારી સભ્યોની સામે પોતાનો પક્ષ રજૂ કરવાના હતા.મહિલા કુસ્તીબાજોએ WFIના પ્રમુખ સામે દુષ્કર્મના ગંભીર આરોપ લગાવ્યા છે. આ મામલો સરકરા એકશનમાં જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે  શનિવારે સાંજે( meeting cancelled) રમતગમત મંત્રાલયે WFI સહાયક સચિવ વિનોદ તોમરને અનુશાસનહીનતાના આરોપમાં સસ્પેન્ડ કરી દીધા હતા. આ સાથે, કુસ્તીબાજોના આરોપોની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી WFIની પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીના આ પ્રતિબંધને કારણે મીટિંગ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખેલ મંત્રીએ આ મામલે મોનિટરિંગ કમિટીની રચના કરવાનો નિર્ણય લીધો હતો. આ કમિટી 4 અઠવાડિયામાં તેની તપાસ પૂર્ણ કરશે અને WFI અને તેના ચીફ પર લાગેલા તમામ આરોપોની સંપૂર્ણ તપાસ કરશે.

નોંધનીય છે કે અયોધ્યા જ્યાં આ બેઠક ( meeting cancelled) બોલાવવામાં આવી હતી તે બ્રિજ ભૂષણની રાજકીય કારકિર્દીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અહીં આંદોલનમાં જોડાઈને બ્રિજભૂષણ શરણ સિંહ રાજનીતિમાંથી એક એવી સફર પર નીકળ્યા, જ્યાં આજ સુધી કોઈ તેમને હરાવી શક્યું નથી. બ્રિજ ભૂષણને પણ બાબરી ઢાંચાને તોડી પાડવાનો આરોપી બનાવવામાં આવ્યો હતો. જો કે સીબીઆઈની વિશેષ અદાલતે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. આ ઘટનાને તેમની રાજકીય કારકિર્દીના મજબૂત પાયાના પથ્થર તરીકે જોવામાં આવે છે.

અકસ્માત/સાયલા નજીક કાર પલટી જતા જૂનાગઢના PSIનું સારવાર દરમિયાન મોત