વરસાદની આગાહી/ રાજયમાં ક્યારે વરસાદ પડશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી

ગુજરાત માં ચોમાસાને લઈને  હવામાન વિભાગ  દ્વારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે . જોકે ચોમાસાના આગમનને લઈ  અનેક ગતિવિધિઓમાં  સાનુકૂળ હતી પરંતુ પશ્ચિમ પવન નબળા પડતા ચોમાસુ 31 મે ના બદલે હવે 3 જૂનના રોજ બેસે તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન અપાયું છે . આ ઉપરાંત  દેશમાં સૌપ્રથમ  ચોમાસાની શરૂઆત કેરળમાં થાય છે ત્યાર બાદ  […]

Gujarat Others
Untitled 11 રાજયમાં ક્યારે વરસાદ પડશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી

ગુજરાત માં ચોમાસાને લઈને  હવામાન વિભાગ  દ્વારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે . જોકે ચોમાસાના આગમનને લઈ  અનેક ગતિવિધિઓમાં  સાનુકૂળ હતી પરંતુ પશ્ચિમ પવન નબળા પડતા ચોમાસુ 31 મે ના બદલે હવે 3 જૂનના રોજ બેસે તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન અપાયું છે . આ ઉપરાંત  દેશમાં સૌપ્રથમ  ચોમાસાની શરૂઆત કેરળમાં થાય છે ત્યાર બાદ  ચોમાસુ દેશના અન્ય ભાગ તરફ આગળ વધે છે. ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે. તેવી હવમાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે .

હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહન્તીએ જણાવ્યું છે કે ગુજરાત ચોમાસાની સતાવાર શરૂઆત 15 જૂનથી થાય છે. ચોમાસાનો વરસાદ કેરળમાં શરૂ થયા બાદ ગુજરાતમાં આવે છે. એટલે ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાના આગમનનું અનુમાન છે. ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે. તેમજ અરબી સમુદ્રમાંથી દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ  છે જેને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આગામી 4 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગમાં 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. તો 3 અને 4 જૂનના રોજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર, રાજકોટમાં 3 અને 4 જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે.