Not Set/ હવામાન વિભાગની ચેતવણી, દેશનાં આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ

દેશનાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાક દરમ્યાન દેશનાં ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Top Stories India
હવામાન વિભાગ

દેશનાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાક દરમ્યાન દેશનાં ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ સહિતનાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ઉપરાંત અંદમાન અને નિકોબાર આઇલેન્ડ્સ, કોસ્ટલ કર્ણાટક, કેરળ અને લક્ષદ્વીપ ઉપર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

દેશનાં આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

11 565 હવામાન વિભાગની ચેતવણી, દેશનાં આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ

જમ્મુ-કાશ્મીર / કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત, 30 થી લોકો વધુ ગુમ

ભારતીય હવામાન વિભાગની ચેતવણી (આઈએમડી) એ આગામી 24 કલાક સુધી દેશનાં ઘણા ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આઇએમડી અનુસાર મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, પશ્ચિમ બંગાળ સહિતનાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અંદમાન અને નિકોબાર આઇલેન્ડ, કોસ્ટલ કર્ણાટક, કેરળ અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના

11 566 હવામાન વિભાગની ચેતવણી, દેશનાં આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ

ઉત્તરપ્રદેશ / બારાબંકીમાં આઘાતજનક અકસ્માત, ટ્રક રસ્તા પર પાર્ક કરેલી બસને ટકરાઈ16 લોકોનાં મોત થયા

રાજધાની દિલ્હીમાં ચોમાસું ભલે થોડુ મોડુ આવ્યુ છે પરંતુ હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગુરુગ્રામ, લોની દેહાત, મનેસર, હિંડોન એએફ સ્ટેશન, ગાઝિયાબાદ, ઈંદિરાપુરમ, છપરૌલા, નોઇડા, દાદરી, ગ્રેટર નોઇડામાં વાવાઝોડા અને વીજળી પડવાની પૂરી સંભાવનાઓ છે.

હરિયાણા અને યુપીમાં વરસાદની શક્યતા

11 567 હવામાન વિભાગની ચેતવણી, દેશનાં આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ

Tokyo Olympic 2021 / ભારતે બેડમિંટન અને તીરંદાજીમાં મેળવી જીત, મહિલા હોકીમાં દેશને મળી નિરાશા

હરિયાણાનાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. રાજ્યનાં કુરુક્ષેત્ર, કૈથલ, કરનાલ, રાજૌદ, અસંધ, સફીદોં, પાણીપત, ગોહાના, ગનૌર, સોનીપત, નરવાના, જિંદ, રોહતકમાં વાવાઝોડું પડવાની સંભાવનાઓ છે. ઉત્તર પ્રદેશમાં પણ સહારનપુર, હસ્તિનાપુર, દૌરલા, મેરઠ, મોદીનગર, સિયાના, હાપુડ જહાંગીરાબાદ, શિકારપુર, બુલંદશહેર, સિકંદરાબાદમાં વરસાદની સંભાવના છે.

રાજસ્થાનમાં ચોમાસુ સુસ્ત રહેશે

11 568 હવામાન વિભાગની ચેતવણી, દેશનાં આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ

ટોક્યો ઓલિમ્પિક્સ / આ 5 સુંદરીઓ પાસે Tokyo Olympic માં મેડલ જીતવાની રહેશે તક

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં સક્રિય થઇ રહેલુ ચોમાસું આજે અને આવતી કાલે સુસ્ત રહેશે. 30 મી જુલાઈથી મરુધરામાં ચોમાસું ફરી સક્રિય રહેશે. 31 જુલાઇએ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.

હિમાચલ અને ઉત્તરાખંડમાં રેડ એલર્ટ

11 569 હવામાન વિભાગની ચેતવણી, દેશનાં આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ

OMG! / ચીનમાં રેતીનાં તોફાનનું આ દ્રશ્ય તમારા રૂંવાટા કરી દેશે ઉભા, જુઓ વીડિયો

હવામાન વિભાગની ચેતવણી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર હિમાચલનાં ઘણા શહેરોમાં 29 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. વળી, હિમાચલ પ્રદેશમાં પિથૌરાગઢ, બાગેશ્વર, નૈનીતાલ, પૌડી અને દહેરાદૂન જિલ્લામાં આજે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

દિલ્હી: વરસાદે 18 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો

11 570 હવામાન વિભાગની ચેતવણી, દેશનાં આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આ જુલાઈમાં વરસાદએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 381 મીમી વરસાદ નોંધાયો છે. જુલાઈ 2003 પછી આ સર્વોચ્ચ છે. આઠ વર્ષમાં જુલાઈ મહિનામાં 24 કલાકમાં આ સૌથી વધુ વરસાદ છે. વર્ષ 2013 માં દિલ્હીમાં 21 જુલાઇએ 123.4 મીમી વરસાદ થયો હતો.