ગુજરાત વિધાનસભાનું ચોમાસુ ટૂંક સત્ર 27 અને 28 સપ્ટેમ્બરે યોજાઇ રહ્યું છે. દરમિયાન ચાર સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરવામાં આવશે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેનદ્ર પટેલના નેતૃત્વની નવરચિત સરકાર બાદ વિધાનસભાનું ચોમાસુ ટૂંકુ પ્રથમસત્ર 27 અને 28 સપ્ટેમ્બર બે દિવસ માટે યોજાશે. વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાનારા સત્રમાં ચાર સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો :એક દિવસની કલેકટર બન્યા બાદ કેન્સરગ્રસ્ત ફ્લોરાની વધુ એક ઈચ્છા થઇ પૂરી, જાણો કઇ
જેમાં ભાગીદારી પેઢીના હિત સહિત મહત્વના વિધેયકો ગૃહમાં રજૂ થશે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ ભાગીદારી પેઢીમાં સર્જાતાં વિવાદનો અંત લાવવા નવી ઓથોરીટીની રચના કરવામાં આવશે. ગૃહમાં નાણાંપ્રધાન કનુભાઇ દેસાઇ આ અંગેનું સરકારી વિધેયક ગૃહમાં રજૂ કરશે.
આ પણ વાંચો :પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 105મી જયંતી, PM મોદીથી લઈને CM ભૂપેન્દ્ર પટેલે કર્યા યાદ
વિધેયકમાં થયેલી જોગવાઇ મુજબ અરજદારોને વાંધો હોય તો અત્યારસુધી હાઇકોર્ટમાં ધક્કા ખાવા પડતાં હતા. હવે નવી જોગવાઇ મુજબ વહીવટીતંત્ર સામે વાંધો હશે તો અપીલનો નિકાલ કરવા ઓથોરીટ રચાશે વિધેયકના કારણે ભાગીદારી નોંધણીમાં સ,રળતા , ઓનલાઇન ભાગીદારી , ભાગીદારોના પાનકાર્ડ લીંન્ક કરવાના રહેશે. સ્વતંત્ર ઓથોરીટી હેતુ રજીસ્ટ્રેશન ફી પણ દાખલ થઇ શકે છે. નાણાંપ્રધાન કનુભાઇ દેસાઇ આ વિધેયક ગૃહમાં રજૂ કરશે.આ ઉપરાંત અન્ય 3 વિઘેયક રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો :રાજકોટથી ગોવા જતી ફલાઈટના ટીકીટના ભાવ 18થી 20 હજારે પહોંચ્યા
અન્ય કયા 3 વિધેયક રજૂ થશે ?
વિધેયક – ગૃહમા કોણ રજૂ કરશે ?
- ખાનગી યુનિ. ગુજરાત સુધારા વિધેયક – શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી
- સ્કિલ યુનિ. એક્ટ અને કૌશલ્યવર્ધક વિધેયક – શ્રમ-રોજગારમંત્રી બ્રિજેશ મેરઝા
- ભારત ભાગીદારી ગુજરાત સુધારા વિધેયક – નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ
ચોમાસુટૂંકાસત્રના પ્રથમ જ દિવસે ચાર સરકારી વિધેયકો ગૃહમા રજૂ થશે.ત્યારે વિપક્ષનું વલણ કેવા પ્રકારનું રહેશે તે ગૃહમાં જોવાનું રહેશે.
આ પણ વાંચો :જિલ્લા પંચાયતમાં સોમવારથી હજારો ઉમેદવારોને પરીક્ષા ફી રિફંડ કરાશે