Mahesana News/ ઊંઝામાં યુવાનના આપઘાત પ્રકરણમાં મૃતકની માતાએ 6 વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ

મહેસાણા જીલ્લામાં ઊંઝા શહેરમાં શ્યામ વિહાર ફ્લેટમાં રહેતા હર્ષિલ પ્રજાપતિ નામના યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. ત્યારે….

Top Stories Gujarat
Image 2024 08 23T121219.063 ઊંઝામાં યુવાનના આપઘાત પ્રકરણમાં મૃતકની માતાએ 6 વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ

Mahesana News: મહેસાણાના Mahesana ઊંઝામાં Unjha 15 દિવસ અગાઉ શ્યામ વિહાર ફ્લેટમાં યુવાને આપઘાત Suicide કર્યો હતો, જેની સુસાઈડ નોટ મળી આવતા ક્રિકેટ સટોડિયાના ત્રાસથી આપઘાત કર્યા હોવાનું સામે આવતા મૃતકની માતાએ 6 લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મહેસાણા જીલ્લામાં ઊંઝા શહેરમાં શ્યામ વિહાર ફ્લેટમાં રહેતા હર્ષિલ પ્રજાપતિ નામના યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. ત્યારે હવે આ કેસમાં સુસાઈડ નોટ મળી આવતા મૃતકની માતાએ 6 શખ્સ વિરૂદ્ધ ફરિયાદજ નોંધાવી છે. સુસાઈડ નોટમાં હર્ષિલ નામના યુવાનને ક્રિકેટ સટ્ટાની રૂપિયા 23.76 લાખની ઉઘરાણી માટે માનસિક ત્રાસ આપતા હતા.

Image 2024 08 23T121337.964 ઊંઝામાં યુવાનના આપઘાત પ્રકરણમાં મૃતકની માતાએ 6 વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ

હર્ષિલ પ્રજાપતિએ 15 દિવસ અગાઉ ક્રિકેટ સટોડીયાના ત્રાસથી આપઘાત કર્યો હતો જે તેના મિત્રો હોવાનું સામે આવ્યું છે. ક્રિકેટ સટ્ટા બેટિંગની ઉઘરાણી કરનાર પણ મરણ જનારના મિત્રો હતા. મૃતકની માતાએ તમામ 6 સટોડીયા સામે નોંધાવી ફરિયાદ. સુનિલ, કિશન પટેલ, ગૌરવ પટેલ, મિત મોદી, જીગર પ્રજાપતિ અને રિધમ દેસાઈ નામના સટોડીયા સામે ઉંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમરેલીમાં જેશીંગપરા સીતારામનગરમાં રહેતા એક યુવકના પત્ની કેટરર્સના કામ સબબ અયોધ્યા ગયા હોય અને ફોન ન ઉપાડતા બંને વચ્ચે બોલાચાલી થયા બાદ યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધુ હતુ.

મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ લખધીરપુર ગામની સીમમાં કઝારીયા ઈન્ફાનીટી કારખાનામાં રહીને મજૂરી કરતો પૂર્ણસિંગ ધીરેનસિંગ આદિવાસી નામનો યુવાન છેલ્લા કેટલાય સમયથી ગુમસુમ રહેતો હતો અને મનમાં લાગી આવતા ઘૂંટું ગામની સીમમાં આવેલ એન્ટીક કારખાનાની દીવાલ પાસે બહારના ભાગે લોખંડ એન્ગલ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બનાસકાંઠામાં એલસીબીએ લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો

આ પણ વાંચો:આગામી 5 દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે

આ પણ વાંચો:જૈન સમાજની સાધ્વીની છેડતી કરવા મામલે બનાસકાંઠા પોલીસ એક્શનમાં