રાધનપુરમાં દારૂ પીવા જેવી સામાન્ય બોલાચાલીમાં થયેલી મારામારીએ વ્યક્તિનો જીવ લઇ લીધો હતો. ત્રણ ઈસમોએ મળીને ગણપત ભાઈ નામની વ્યક્તિને ગડદાપાટુ માર મારીને તેમનું મોત નિપજાવ્યું હતું. આ મામલે રાધનપુર પોલીસ મથકમાં બબલુ ઉર્ફે ચંદ્રેશ , પાર્થિવ ઉર્ફે બારોટ, ચંડી રાજ ઉર્ફે નાયક ની સામે હત્યાનો ગુનો દાખલ થતા ત્રણેય જણાએ રાધનપુર શહેર છોડી દીધું હતું. અને છેલ્લા પાંચ દિવસથી ત્રણેય જણા ગુજરાતમાં નાસ્તા ફરતા હતા.
કૃષ્ણ નગર પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પાર્થિવ બારોટ અને ચંડીરાજ ઉર્ફે નાયક એ બંને ઈસમો અમદાવાદમાં આવ્યા છે અને તેઓ નિકોલ જવાના માર્ગ ઉપર આવવાના છે. તેથી કૃષ્ણ નગર પોલીસે બાતમીના આધારે તે જગ્યાએ પહોંચી જઈને વૉચ ગોઠવી દીધી હતી. બાતમીની બાતમી મુજબની બંને વ્યક્તિઓ ત્યાં આવતી દેખાતા પોલીસે બંનેને કોર્ડન કરીને તેમની અટકાયત કરી લઈને તેમને પોલીસ મથકમાં લઇ ગયા હતા જ્યાં તેમની જોડે પુછપરછ કરતા પોલીસને સમગ્ર મામલાની માહિતી મળી હતી કે રાધનપુરમાં થયેલી હત્યાના કેસમાં જે આરોપીઓનું વર્રણ કર્યું હતું તે ખરેખર આ જ આરોપીઓ હોવાનું બહાર આવતા કૃષ્ણ નગર પોલીસે આ મામલે રાધનપુર પોલીસને જાણ કરી હતી. રાધનપુર પોલીસે ટ્રાન્સફર વૉરન્ટ ના આધારે બંને ઈસમોની ધરપકડ કરીને તેમને રાધનપુર ખાતે લઇ ગયા હતા.