- SARના બાર્જ પી305માં બચાવ અને રાહત કાર્ય યથાવત્
- બાર્જ પરથી અત્યાર સુધીમાં 177 લોકોને બચાવાયા
- INS કોચી, INS કોલકતા હાલ બચાવકાર્ય સામેલ
- બોમ્બ હાઇમાં આવેલું છે SARનું બાર્જ પી305
અરબી સમુદ્રમાં આવેલા ચક્રવાતી તોફાન ‘તાઉતે’નાં કારણે ભારતીય નૌસેનાએ દરિયામાં અનિયંત્રિત બાર્જ પર રહેલા 177 લોકોને બચાવી લીધા છે અને બાકીનાં લોકોની શોધખોળ ચાલી રહી છે. એક અધિકારીએ જણાવ્યું છે કે, નૌસેનાએ બચાવ કામગીરી માટે મંગળવારે સવારે પી-81 તૈનાત કરી હતી. તે શોધ અને બચાવ કામગીરી માટે નૌકાદળનું મલ્ટિ-મિશન મેરીટાઇમ પેટ્રોલિંગ વિમાન છે.
વાવાઝોડાનું સંકટ / અમદાવાદ જિલ્લાનાં 4524 લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરાયા
- બાર્જ પી305માં બચાવ અને રાહત કાર્ય યથાવત્
- બાર્જ પરથી અત્યાર સુધીમાં 177 લોકોને બચાવાયા
- INS કોચી, INS કોલકતા હાલ બચાવકાર્ય સામેલ
- બોમ્બ હાઇમાં આવેલું છે બાર્જ પી305
- રાહત અને બચાવકાર્ય હજુ પણ યથાવત્
કોરોનાનો સામનો કરી રહેલા ભારતમાં સોમવારના તાઉ-તે વાવાઝોડાએ પોતાનું તાંડવ બતાવ્યું. સૌથી પહેલા મહારાષ્ટ્ર સાથે ટકરાયા બાદ આ વાવાઝોડું ગુજરાતના વિસ્તારોમાં એક્ટિવ છે. ભારતનાં હવામાન વિભાગે કહ્યું કે, તાઉતે હવે ‘ઘણું જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે મુંબઈમાં ખરાબ હવામાનનાં કારણે દરિયામાં એક જહાજ ડૂબી ગયું છે. જહાજ પર 276 લોકો સવાર હતા, જેમાંથી અનેક લોકો ગુમ છે. આ અગાઉ સોમવારે નૌકાદળ દ્વારા બાંધકામ કંપની ‘એફકાન્સ’નાં બોમ્બે હાઈ ઓઇલ વિસ્તારમાં ખોદકામ માટે લંગર કરાયેલા બે બાર્જ સરકી ગયા અને બેકાબૂ સમુદ્રમાં તણાવા લાગ્યા હતા, જેની જાણકારી મળતા જ નૌસેનાનાં બે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજોને તૈનાત કરવામાં આવ્યા હતા. આ બંને બાર્જ પર 410 લોકો સવાર હતા. આઈએનએસ કોલકાતા, આઈએનએસ કોચી અને આઈએનએસ તલવારને આ બંને બાર્જની મદદ માટે તૈનાત કરવામાં આવ્યા હતા. નૌકાદળના પ્રવક્તાએ મંગળવારે સવારે કહ્યું કે, “સમુદ્રમાં ખૂબ જ પડકારજનક પરિસ્થિતિમાં કુલ 177 લોકોને બચાવવામાં આવ્યા છે.
વાવાઝોડાની રાજકોટમાં અસર / રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ, આજી-2 ડેમ થયો ઓવરફ્લો
વળી અન્ય લોકોનાં બચાવ માટે શોધ અને બચાવ અભિયાન પૂરી રીતે ચાલુ હતુ. તેમણે વધુમાં કહ્યુ કે, “અન્ય એક ઘટનામાં આઈએનએસ કોલકાતાએ લાઇફ રાફ્ટની મદદથી બે લોકોને બચાવ્યા અને પી 305 નાં ક્રૂ સભ્યોને બચાવવા માટે આઈએનએસ કોચીની સાથે શોધ અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…