ડ્રગ્સ કેસ/ રેવ પાર્ટી કેસમાં શાહરૂખ ખાનના દીકરા સહિત આ લોકોની પૂછપરછ કરી છે NCB

મુંબઈથી ગોવા જતા ક્રુઝ શિપમાં ચાલતી ડ્રગ પાર્ટીનો પર્દાફાશ કર્યો છે. મોટી કાર્યવાહી કરીને NCB એ લગભગ 8 લોકોની અટકાયત કરી છે અને…

Top Stories Entertainment
NCB

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મુંબઈથી ગોવા જતા ક્રુઝ શિપમાં ચાલતી ડ્રગ પાર્ટીનો પર્દાફાશ કર્યો છે. મોટી કાર્યવાહી કરીને NCB એ લગભગ 8 લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં એનસીબીએ પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાનાના પુત્ર આર્યનની પણ અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરી છે. આર્યન સિવાય એનસીબી ક્રુઝ ડ્રગ્સ પાર્ટીમાં કોની પૂછપરછ કરી રહી છે તેની તમામ વિગતો પણ સામે આવી છે.

આ પણ વાંચો :NCB ની પૂછપરછમાં ભાંગી પડ્યો સુપરસ્ટારનો દીકરો, કરી આ કબૂલાત

મુંબઈ એનસીબીના ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા, નૂપુર સારિકા, ઈસ્મીત સિંહ, મોહક જસવાલ, વિક્રાંત છોકર, ગોમિત ચોપરા સહિત આઠ લોકોની મુંબઈ પર રેવ પાર્ટીમાં દરોડા સંદર્ભે ધરપકડ કરવામાં આવી છે. મુંબઈના કિનારે પૂછપરછ કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એનસીબીના પ્રાદેશિક નિર્દેશક સમીર વાનખેડેની આગેવાની હેઠળની ટીમે શનિવારે સાંજે ગોવા જતી ક્રુઝ જહાજ પર દરોડા પાડ્યા હતા અને પાર્ટીના કેટલાક મુસાફરો પાસેથી માદક દ્રવ્યો જપ્ત કર્યા હતા.

a 43 રેવ પાર્ટી કેસમાં શાહરૂખ ખાનના દીકરા સહિત આ લોકોની પૂછપરછ કરી છે NCB

અગાઉ એક અધિકારીએ કહ્યું હતું કે NCB એ આઠથી 10 લોકોની અટકાયત કરી છે. તેને દક્ષિણ મુંબઈની એનસીબી કચેરીમાં લાવવામાં આવ્યા હતા અને આજે સવારથી તેની પૂછપરછ ચાલુ છે. એનસીબી કચેરીના પ્રવેશદ્વાર પર પત્રકારો સાથે વાત કરતા વાનખેડેએ જણાવ્યું હતું કે, અમે કેટલાક લોકોને પકડ્યા છે અને તપાસ ચાલુ છે. અત્યારે કંઈ પણ કહેવું તે ઉતાવળ કહેવાશે.

આ પણ વાંચો :શાહરૂખ ખાનના પુત્ર આર્યનનું નામ ડ્રગ્સ પાર્ટીમાં સામે આવ્યું,પ્રોફાઇલ વિશે જાણો

ગુપ્તા માહિતી પ્રાપ્ત કર્યા પછી, NCB મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને NCB ના અન્ય અધિકારીઓ સામાન્ય મુસાફરો તરીકે જહાજમાં સવાર થયા અને મુંબઈથી નીકળી ગયા. જહાજ દરિયાની મધ્યમાં પહોંચતાની સાથે જ રેવ પાર્ટી શરૂ થઈ. આ પછી NCB ના અધિકારીઓ એક્શનમાં આવ્યા અને દરોડા સાત કલાક સુધી ચાલુ રહ્યા. એવું માનવામાં આવે છે કે દિલ્હીની કેટલીક કંપની આ રેવ પાર્ટી પાછળ હતી.

BHARAT રેવ પાર્ટી કેસમાં શાહરૂખ ખાનના દીકરા સહિત આ લોકોની પૂછપરછ કરી છે NCB

સાત કલાકના લાંબા દરોડા દરમિયાન NCB ના અધિકારીઓને 4 પ્રકારની દવાઓ મળી. જેમાં MDMA, મેફેડ્રોન, કોકેન અને હશીશનો સમાવેશ થાય છે. જોકે, તપાસ હજુ ચાલુ છે.

આ પણ વાંચો :રિલેશનશિપ અંગે સોનાક્ષી સિન્હાએ કર્યો ખુલાસો, કહ્યું – મમ્મી હવે કરાવવા માંગે છે લગ્ન

આ લોકોની કરવામાં આવી રહી છે પૂછપરછ 

  • આર્યન ખાન
  • નુપુર સારિકા
  • ઇસ્મીત સિંહ
  • મોહક જસવાલ
  • વિક્રાંત છોકર
  • ગોમિત ચોપરા
  • મુનમુન ધેમચા
  • અરબાઝ મર્ચન્ટ

આ પણ વાંચો :એક સાથે સ્ક્રીન પર જોવા મળશે સલમાન ખાન અને રણવીર સિંહ ..