બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત અન્ય આરોપીઓને લઈને NCBની ટીમ કોર્ટમાં રવાના થઈ છે. આ તમામને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને નક્કી થશે કે તેમને જામીન મળશે કે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવશે.
આર્યન ખાન ઉપરાંત, પકડાયેલા આરોપીઓની ઓળખ મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટ, નુપુર સારિકા, ઇસ્મીત સિંહ, મોહક જસવાલ, વિક્રાંત છોકર અને ગોમિત ચોપરા તરીકે થઈ છે.
આ પણ વાંચો :ડ્રગ્સના ઉપયોગ પર શું કહે છે કાયદો, કેટલી છે સજા? આવો જાણીએ
આર્યન ખાન વિરુદ્ધ કલમ 27 (કોઈપણ માદક પદાર્થના સેવન માટે સજા), 8 સી (ઉત્પાદન, ઉત્પાદન, કબજો, વેચાણ અથવા માદક દ્રવ્યોની ખરીદી) અને એનડીપીએસ કાયદાની અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મુંબઈથી ગોવા જતા ક્રુઝ શિપ પર દરોડા બાદ NCB ના અધિકારીઓએ આર્યન અને અન્ય સાત લોકોની અટકાયત કરી હતી.
NCB ના ધરપકડ મેમો અનુસાર, 13 ગ્રામ કોકેન, પાંચ ગ્રામ એમડી (મેફોડ્રોન), 21 ગ્રામ ચરસ અને એક્સ્ટસી અને દરોડા બાદ 1.33 લાખ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :નટ્ટુકાકાના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા આ સ્ટાર્સ, પંચમહાભૂતમાં વિલીન થયા ઘનશ્યામ નાયક
રિપોર્ટ્સ પ્રમાણે, એનસીબીની ટીમે ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વમાં ગોવા જઈ રહેલી શિપ, કે જેના પર પાર્ટી થવાની હતી ત્યાં દરોડા પાડ્યા હતા. મિડ-ડેના રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અંડરકવર અધિકારીઓ દક્ષિણ મુંબઈમાં ગ્રીન ગેટ મારફતે શીપમાં પ્રવેશ્યા હતા, જ્યારે અન્ય ટીમ દરિયાકિનારે રાહ જોઈ રહી હતી.
‘ટીમ આમંત્રિતો પર ચાંપતી નજર રાખી હતી. અમે જેમને શોધી રહ્યા છીએ, તેઓ તે જ છે કે નહીં તેની ખાતરી કરવા માટે અમે પ્રવેશદ્વાર પર તેમની બોડી લેંગ્વેજ પર ધ્યાન રાખ્યું હતું’, તેમ એક અધિકારીએ કહ્યું હતું.
આ પણ વાંચો :આર્યનની ધરપકડ થયા પછી શાહરુખ ખાનને મળવા ‘મન્નત’ પહોંચ્યો સલમાન ખાન
આ પણ વાંચો :ફિલ્મના સેટ પરથી ગાયબ કિંગ ખાન, આ વ્યક્તિ શાહરૂખ બનીને કરી રહ્યો છે શૂટિંગ