દિલ્હીમાં એલજી અને ચૂંટાયેલી સરકારના અધિકાર ક્ષેત્રોને સ્પષ્ટ કરનાર બિલને લઈને બુધવારે વિપક્ષના હંગામાને કારણે રાજ્યસભાની કાર્યવાહી અનેકવાર સ્થગિત થઈ હતી. વિપક્ષી સભ્યોએ ‘તાનાશાહી બંધ કરો’ ના નારા લગાવી બિલનો વિરોધ કર્યો. આમ રાજ્યસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન (સંશોધન) વિધેયક એટલે કે GNCTD બિલપાસ થઈ ગયું છે. આ બિલને સોમવારે રાજ્યસભાની મંજૂરી મળી ગઈ હતી.
રાજ્યસભામાં વિપક્ષે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર આ બિલ દ્વારા દિલ્હીમાં પાછલા દરવાજાથી પોતાની સરકાર ચલાવવા ઈચ્છે છે. આમ આદમી પાર્ટીએ તેને ચૂંટાયેલી સરકારના અધિકાર સમાપ્ત કરનારુ ગણાવ્યું છે. કોંગ્રેસે પણ આ બિલનો આક્રમક વિરોધ કર્યો છે.
GNCTD Bill પર વિપક્ષના હંગામાને કારણે રાજ્યસભાની કાર્યવાહી સાંજે આશરે 6 કલાકે 10 મિનિટ માટે સ્થગિત થઈ હતી. ગૃહની કાર્યવાહી શરૂ થઈ તો 5 મિનિટ બાદ હંગામાને કારણે ફરી 10 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી. 6.25 કલાકે ગૃહની કાર્યવાહી શરૂ થઈ અને કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીએ બિલને ગેરબંધારણીય ગણાવતા તેનો વિરોધ કર્યો હતો.
ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને સરકાર પર બંધારણનો ભંગ કરવાનો આરોપ લગાવતા બિલનો વિરોધ કર્યો. તેમણે કહ્યુ કે, આ બિલ એટલું મહત્વનું છે કે તેઓ બંગાળ વિધાનસભા ચૂંટણી પ્રચારથી ખુદને દૂર રાખી આનો વિરોધ કરવા ગૃહમાં આવ્યા છે. બ્રાયને એઆઈએડીએમકે, ટીઆરએસ, બીજૂ જનતા દળ જેવા દળોને પણ આ બિલનો વિરોધ કરવાની અપીલ કરી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…