દેશમાં કોરોનાનાં કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જો કે હજુ પણ વૈજ્ઞાનિકોનાં મતે કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ છે, ત્યારે સાવધાની રાખવાનું પણ સતત કહેવામાં આવી રહ્યુ છે. જણાવી દઇએ કે, સતત પાંચમાં દિવસે કોરોનાનાં કેસોમાં ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો – પ્રવાસ / PM મોદી Quad બેઠકમાં ભાગ લેવા અમેરિકા જશે, વ્હાઇટ હાઉસમાં બિડેન સાથે કરશે મુલાકાત
આપને જણાવી દઇએ કે, આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા લેટેસ્ટ ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં 25,404 નવા કોરોના કેસ સામે આવ્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 339 કોરોના સંક્રમિત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 37,127 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે એટલે કે 12,062 એક્ટિવ કેસ ઘટી ગયા છે. હવે સંક્રમિતોની સંખ્યા વધીને 43 લાખ 90 હજાર 489 થઈ ગઇ છે. સોમવારે એક દિવસમાં દેશભરમાં કોરોનાનાં કુલ 27,254 નવા કેસ મળી આવ્યા છે અને 219 લોકોનાં મોત થયા હતા. સોમવારે કેરળમાં કોવિડનાં 15,058 નવા કેસ આવ્યા હતા. આરોગ્ય મંત્રાલયનાં ડેટા અનુસાર, કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 03 કરોડ 32 લાખ 89 હજાર લોકોને સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ 43 હજાર 213 લોકોનાં મોત થયા છે. અત્યાર સુધીમાં 3 કરોડ 24 લાખ 84 હજાર લોકો ઠીક પણ થયા છે. ભારતમાં કોરોનાનાં એક્ટિવ કેસોની સંખ્યા હાલમાં 3,62,207 છે. કેરળમાં કોરોનાનાં દૈનિક કેસ ભયજનક છે. વળી, 150 થી વધુ લોકો કોરોનાને કારણે મૃત્યુ પામી ચુક્યા છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા 6 દિવસમાં કોરોનાનાં કેસમાં સતત ઘટાડો થયો છે. 8 સપ્ટેમ્બરે 43,263 કેસ, 9 સપ્ટેમ્બરે 34,973 કેસ, 10 સપ્ટેમ્બરે 33,376 કેસ, 11 સપ્ટેમ્બરે 28,591 કેસ, 12 સપ્ટેમ્બરે 27,254 કેસ અને 13 સપ્ટેમ્બર 25404 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો – ભારે વરસાદ ના પગલે / ઓખા-ભાવનગર સ્પેશ્યલ ટ્રેન 5 કલાક મોડી, ઓખાને બદલે રાજકોટથી ભાવનગર તરફ ડાયવર્ટ કરાઈ
કેરળમાં પણ કોરોના સંક્રમણનાં નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે કેરળમાં કોવિડનાં 15,058 નવા કેસ આવ્યા છે. જેના સંક્રમિતોની સંખ્યા વધીને 43 લાખ 90 હજાર 489 થઈ ગઇ છે. વળી, સંક્રમણનાં કારણે વધુ 99 દર્દીઓનાં મોતને કારણે મૃત્યુઆંક વધીને 22,650 થઇ ગયો છે. રાજ્યનાં 14 જિલ્લાઓમાંથી, ત્રિશૂરમાં કોવિડનાં સૌથી વધુ 2158 કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.33 ટકા છે જ્યારે રિકવરી રેટ 97.54 ટકા છે. એક્ટિવ કેસ 1.13 ટકા છે. કોરોના એક્ટિવ કેસની દ્રષ્ટિએ ભારત હવે વિશ્વમાં 7 માં સ્થાને છે. સંક્રમિતોની કુલ સંખ્યાનાં સંદર્ભમાં ભારત બીજા ક્રમે છે. જ્યારે અમેરિકા પછી બ્રાઝિલમાં ભારતમાં સૌથી વધુ મોત થયા છે.