Porbandar News: આજના સમયમાં જે રીતે લોકોને પ્રસંગોમાં મોત આવી રહ્યાં છે, તે ભલભલાને હચમચાવી દે તેવા છે. પોરબંદરના કુતિયાણામાં એક વ્યક્તિને વહુના સીમંતના પ્રસંગમા નાચતા નાચતા મોત આવ્યું છે. આ ઘટનાનો લાઈવ વીડિયો કેમેરામાં કેદ થયો છે.
કુતિયાણામાં ખુશીનો પ્રસંગ મોતમાં ફેરવાયો. દિનેશ બારોટ નામના વ્યક્તિનું હાર્ટએટેકના કારણે ચાલુ પ્રસંગમાં મોત નિપજ્યું હતું. હાર્ટ એટેકની ઘટનાના વીડીયો ફૂટેજ સામે આવ્યા છે. જે બહુ જ ચોંકવાનારા છે. બારોટ પરિવારમાં વહુના સીમંતનો પ્રસંગ લેવાયો હતો, ચારેતરફ ખુશીનો માહોલ હતો. લોકો નાચગાન કરી રહ્યા હતા.
આવામાં વહુના સીમંત પ્રસંગમાં સસરા દિનેશભાઈએ નાગીન ડાન્સ કર્યો હતો. તેમણે લાંબો સમય નાગીન ડાન્સ કર્યો હતો, અને મજા માણી રહ્યા હતા, ત્યાં અચાનક તેઓ ઢળી પડ્યાહતા. આમ, શ્રીમંત પ્રસંગે ડાન્સ કરતા સસરાને હાર્ટ એટેક આવ્યો હતો. દિનેશભાઈને હાર્ટએટેક આવતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. બારોટ પરિવારનો ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો