અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી બાદ ભાજપ લોકસભાની ચૂંટણી જીતવા માટે કાર્યરત અને એકશન મોડમાં જોવા મળી રહી છે. આવતીકાલે ગુજરાતમાં તેઓ એક સાથે 26 લોકસભા મત વિસ્તારમાં કાર્યલય શરૂ કરશે. આવતીકાલે 23-1-2024માં ગાંધીનગર લોકસભા મતવિસ્તારની કાર્યલાયનું ઉદ્દઘાટન કરવામાં આવશે,આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવશે.