Not Set/ મૂળ અરજદારે NRCને જણાવ્યું ખામીયુક્ત, સોફ્ટવેર પર પણ સવાલ ..!!!

આસામ પબ્લિક વર્કસ (એપીડબ્લ્યુ), કે જેણે સુપ્રીમ કોર્ટમાં અસલ અરજી દાખલ કરી હતી, કહ્યું હતું કે એનઆરસી ‘ખામીયુક્ત દસ્તાવેજ’ સાબિત કરશે કારણ કે તેને પુન પ્રસ્થાપિત કરવાની માંગને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એપીડબ્લ્યુની અરજી પર નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) ને અપડેટ કરવાની પ્રક્રિયા છ વર્ષ પહેલા શરૂ થઈ હતી. બિન સરકારી સંગઠન (એનજીઓ) […]

Top Stories India
એનઆરસી 3 મૂળ અરજદારે NRCને જણાવ્યું ખામીયુક્ત, સોફ્ટવેર પર પણ સવાલ ..!!!

આસામ પબ્લિક વર્કસ (એપીડબ્લ્યુ), કે જેણે સુપ્રીમ કોર્ટમાં અસલ અરજી દાખલ કરી હતી, કહ્યું હતું કે એનઆરસી ‘ખામીયુક્ત દસ્તાવેજ’ સાબિત કરશે કારણ કે તેને પુન પ્રસ્થાપિત કરવાની માંગને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એપીડબ્લ્યુની અરજી પર નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) ને અપડેટ કરવાની પ્રક્રિયા છ વર્ષ પહેલા શરૂ થઈ હતી.

બિન સરકારી સંગઠન (એનજીઓ) એપીડબ્લ્યુના અધ્યક્ષ અભિજિત શર્માએ એનઆરસી અપડેટ કરવાની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા દસ્તાવેજોની વ્યવસ્થાપન કરવાની સોફ્ટવેરની ક્ષમતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે તે તૃતીય-પક્ષ ટેક્નિકના નિષ્ણાત દ્વારા તપાસવામાં આવ્યું છે કે કેમ?

શનિવારે અંતિમ એનઆરસી જાહેર થયા બાદ શર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે અંતિમ એનઆરસીએ નિર્ણય લીધો છે કે આસામમાં ગેરકાયદેસર સ્થળાંતરનો મુદ્દો ક્યારેય ઉકેલાશે નહીં. તે દોષપૂર્ણ રીતે જ પૂર્ણ કરવામાં આવ્યું છે, અન્યથા આ આસામના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ હોત. 19 લાખ અરજદારો છેલ્લી એનઆરસીમાંથી બહાર છે.

તેમણે કહ્યું કે પ્રાથમિક અરજદાર તરીકે એપીડબ્લ્યુએ એનઆરસી ડ્રાફ્ટની ચકાસણી માટે સુપ્રીમ કોર્ટમાં પાંચ મેમોરેન્ડમ રજૂ કર્યા હતા જે નામંજૂર થયા હતા. એનઆરસીના રાજ્ય સંયોજક પ્રતીક હેઝેલા દ્વારા 27 ટકા નામોની ફરીથી ચકાસણી એક રહસ્ય છે.  અને તે કોઈ જ નથી જંતુ કે, આ એનઆરસી  100 ટકા દોષ રહિત છે કે કેમ ?

શર્માએ પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવાયેલા સોફ્ટવેર પર સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે મોરીગાંવ જિલ્લાના 39 શંકાસ્પદ પરિવારોના નામ પણ એનઆરસીમાં જોડાયા હતા,  જિલ્લા કમિશનર દ્વારા જ આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને માત્ર સોફ્ટવેરની ખામીને કારણે જ શક્ય છે.

ઉલ્લેખનીય  છે કે, 2009 માં, એપીડબ્લ્યુએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી હતી, જેમાં મતદારોની યાદીમાંથી 41 લાખ વિદેશીઓના નામ કાઢી નાખવા અને એનઆરસીને અપડેટ કરવાની માંગ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.