- આખલાએ વૃધ્ધને સીંગડુ માર્યુ
- આખલાએ વૃધ્ધને રીતસરના હવામાં ફંગોળ્યા
- શેરીમાં આવેલા આખલાને વૃધ્ધ ભગાડતા હતા
- 3 સપ્ટેમ્બરથી વૃધ્ધ હોસ્પિટલમાં હતા દાખલ
- સારવાર દરમ્યાન હોસ્પિટલમાં થયું મોત
- ગોપાલભાઈ આરદેસણા નામના વૃધ્ધનું મોત
રખડતા પશુનાનો આતંક સતત વધી રહ્યો છે. રાજયના મોટા ભાગના જીલ્લામાં રખડતા ઢોર એક મોટી સમસ્યા બની રહ્યું છે. ત્યારે આવા રખડતા ઢોરના કારણે અકસ્માત અને લોકોના મોતનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આખલા, ગાય, કુતરા જેવા પ્રાણીઓ સામાન્ય લોકો માટે હવે મોટી મુસીબત બનતા જઇ રહ્યા છે.
રસ્તા વચ્ચે જમતા આખલા યુદ્ધ ના કારણે અકસ્માતોના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે ગોંડલમાં ગત 3 સપ્ટે.ના રોજ ઘરની શેરીમાં આવેલા આખલાને ભગાડવા જતાં વૃધ્ધને શિંગડું મારી રીતસર હવામાં ફંગોળ્યા હતા. બસ ત્યારથી આ વડીલ હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ હતા. તેમનું આજ રોજ સારવાર દરમિયાન મોત થયું છે.
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી જલારામ સોસાયટીમાં આવેલ મહાલક્ષ્મીનગર શેરી નંબર-1માં રહેતા અશિષભાઈ આરદેસણાના દાદા ગોપાલભાઈ આરદેસણાને આખલાએ શિંગડું માર્યું હતું અને સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ માટે હાઈકોર્ટે રખડતા ઢોર મુદ્દે કડક કાર્યવાહી કરી એક્શન પ્લાન બનાવવા આદેશ આપ્યો છે. ઢોર પાર્ટી પર હુમલો કરનારાઓ પર પાસા લગાવવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. પરંતુ તેમ છટ પણ રાજયમાં રખડતા ધોરણો આતંક યથાવત છે. રોજ ક્યાક ને ક્યાક રખડતા ધોરણે કારણે અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે.