pension/ જો પેન્શન નાં મળે તો કરી શકે છે અદાલતમાં ફરિયાદ

તફાવત ફક્ત વિચારોમાં જ હોય છે નહિતર જે પગથિયા ઉપર લઈ જાય છે તેજ પગથિયા નીચે પણ લાવે છે. કોઈપણ વ્યવસાય હોય પરંતુ જો વ્યવસાયમાં સત્યને વળગી રહીશું તો જરૂરથી સફળતા મળશે. ન્યાય તંત્રને આ વિચાર સાથે જ નિકટનો સંબંધ છે. આ જોઈએ તો ઘણી કંપનીઓ ભલે તે ખાનગી કંપની હોય કે સરકારી કંપની હોય […]

Uncategorized
WhatsApp Image 2019 11 14 at 12.01.51 PM જો પેન્શન નાં મળે તો કરી શકે છે અદાલતમાં ફરિયાદ

તફાવત ફક્ત વિચારોમાં જ હોય છે નહિતર જે પગથિયા ઉપર લઈ જાય છે તેજ પગથિયા નીચે પણ લાવે છે. કોઈપણ વ્યવસાય હોય પરંતુ જો વ્યવસાયમાં સત્યને વળગી રહીશું તો જરૂરથી સફળતા મળશે. ન્યાય તંત્રને આ વિચાર સાથે જ નિકટનો સંબંધ છે. આ જોઈએ તો ઘણી કંપનીઓ ભલે તે ખાનગી કંપની હોય કે સરકારી કંપની હોય પણ આ બધી જ કંપની ન્યાયની સામે સરખી છે. ન્યાયતંત્રમાં ગરીબ, તવંગર વગેરે બધા જ સરખા છે. એમ ખાનગી કંપની કે સરકારી કંપનીમાં પણ કોઈ ભેદ નથી જ્યારે ન્યાય કરવાનો આવે ત્યારે જો સરકારી કંપની હોય તો તેને એ જ નિયમ લાગુ પડે કે જે નિયમ ખાનગી કંપનીને લાગુ પડતા હોય.

આપણે આજે અહિં આવી જ ખાનગી કંપનીનાં નવા કેસ અંગે Hon. National Consumer Redressal Commission ને અગત્યનો ચુકાદો પેન્સન તેમજ પ્રોવિડન્ટ ફંડ અંગેનો રીવિઝન અપીલ નં.૨૮૫૮ of ૨૦૧૩નાં કેસમાં આપેલ છે. વિગતવાર જોઈએ તો અન્સલ પ્રોપર્ટીઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી. અને બીજા વિરુદ્ધ સંજય ગુપ્તાને બીજાનાં કેસમાં એવું બનેલ કે સંજય ગુપ્તાએ સામાવાળી કંપનીમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે તા. ૦૨-૦૧-૨૦૦૭નાં રોજ નોકરી શરૂ કરેલી ત્યારબાદ તેમની બઢતી એડિશનલ જનરલ મેનેજર તરીકે થઈ હતી. નોકરીમાં સમય દરમિયાન સંજય ગુપ્તાની સેલરીમાંથી દર મહિને કંપની રૂ. ૧૦,૮૪૦/- કપાતા હતા અને કંપની તેમનાં ભાગની રકમ ઉમેરીને કુલ રૂ. ૨૧,૭૮૦/- સંજય ગુપ્તાનાં પ્રોવિડન્ટ એકાઉન્ટના ખાતા નં. DL૩૩૬૪૪૪૮૮નાં ખાતે જમા કરાવતા હતા. હવે બન્યુ એવું કે સંજય ગુપ્તાએ તા. ૦૪-૦૨-૨૦૧૨નાં રોજ કંપનીમાંથી રાજીનામું આપી છૂટા થયા.

સંજય ગુપ્તાએ છૂટા થતી વખતે જરૂરી PF અંગેના ફોર્મ તેમજ અન્ય કાર્યવાહી પૂરી કરેલી અને કંપની મેનેજમેન્ટે તેમનું રાજીનામું સ્વીકાર્યું અને તેની જાણ પર કરવામાં આવેલી. પરંતુ તેમની કંપનીએ સંજય ગુપ્તાનાં પેન્શનના ચઢેલા નાણા આપેલા નહિ. સંજય ગુપ્તાએ ચંડીગડ ફોરમાં કંપની સામે ફરિયાદ કરેલી અને પેન્શનની માંગણી કરેલી ઉપરાંત વળતર તેમજ ફરિયાદ અંગે થયેલ ખર્ચ, વ્યાજ વગેરેની માંગણી કરેલી. સંજ્ય ગુપ્તા ફરિયાદીએ PF નાં ફોર્મ નં.-૧૯ અને ૧૦-C નોકરી છોડી ત્યારે કંપનીને સુપ્રત કરેલ. આમ છતાં ફરીયાદીની કાયદેસર નીકળતી રકમ મળેલી નહિ. આથી ફરિયાદીએ નોટિસ તા.૧૪-૦૮-૨૦૧૨નાં રોજ પણ આપેલી. આમ છતાં કંપની અને પ્રોવિડન્ટ ફંડ કમિશ્નર તરફથી કોઈ જ પગલાં લેવામાં આવેલ નહિ. ફરીયાદીને આમ પ્રોવિડન્ટ ફંડ તેમજ પેન્શન અંગે જે રકમ ફરીયાદીને મળવી જોઈએ તે લગભગ ૧૦ મહિના મોડી મળી હતી. ફરિયાદી આમ તેમની કાયદેસર રકમ મળવી જોઈએ તે ૧૦ મહિના મોડી મળી. જેથી ફરિયાદીને વ્યાજ, વળતરનું નુકશાન થયેલું. તેથી જ ફરિયાદ કરવામાં આવેલ અને ગ્રાહક ફોરમે માહિતી ફરિયાદ નક્કી કરતી વખતે રૂ. ૧૦,૦૦૦/- વળતર તેમજ રૂ. ૧૦,૦૦૦/- ફરિયાદ ખર્ચના અપાયેલા અને ફોરમે સામાવાળા ૧ થી ૪ તમામ સામે ફરિયાદ રદ કરેલી. આથી નારાજ થઈ ફરિયાદીએ રાજ્ય કમિશનમાં અપીલ કરેલી અપીલમાં પણ પંજાબ સ્ટેટ કમિશને અપીલ ડીસમીસ કરેલી. આથી ફરિયાદી પાસે વિકલ્પ હતો અને ફરિયાદીએ રીવિઝન પીટીશન રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ કમીશન દિલ્હી ખાતે કરેલી. આ રીવિઝન ચાલી જતાં રાષ્ટ્રીય કમીશન દિલ્હીએ દાખલો બેસે તેવો ચૂકદો આપતા નોંધ્યું કે સામાવાળા કંપનીનાં મેનેજમેન્ટે કોઈ જવાબ ફોરમ સમક્ષ આપેલ નથી. તેથી ફોરમે એકતરફી હુકમ કરેલ. જ્યારે આની સામેની પ્રથમ અપીલ પંજાબ સ્ટેટ કમીશન સમક્ષ આવી ત્યારે કંપની મેનેજમેન્ટ તરફથી એવો બચવા કરવામાં આવ્યો કે ફરિયાદી PF/પેન્શન માટે ગ્રાહક અદાલતમાં ફરિયાદ ના કરી શકે કારણે તે ગ્રાહક સુરક્ષા કાયદા ૧૯૮૬ અંતર્ગત ગ્રાહક ના ગણાય.

નેશનલ કન્ઝુમર કમિશને આ દલિલ માન્ય ના રાખી અને ઠરાવ્યું કે પેન્શનર પણ ગ્રાહક છે. તેમજ પ્રો.ફંડને લગતી ફરિયાદી ગ્રાહક તકરાર ફોરમ/ કમીશનમાં કરી શકે. કારણ કે એમ્પોઈ ગ્રાહક છે આમ નેશનલ કન્ઝુમર કમિશન દિલ્હી સમક્ષ બે મુખ્ય મુદ્દા હતા અને નક્કી કર્યું કે સરકારી કંપની અને ખાનગી કંપની બંને કાયદા સમક્ષ કોઈ જ તફાવત નથી. બીજો મુદ્દો નેશનલ કમીશને નક્કી કર્યો કે પ્રો.ફંડ, પેન્શન અંગે ગ્રાહક અદાલતમાં ફરિયાદ થઈ શકે કારણ કે આવી ફરિયાદી ગ્રાહક ગણાય. આમ રીવિઝન પીટીશનમાં ઓર્ડ કરવામાં આવ્યો કે ફરિયાદીને હુકમ થયેલા નાણાં ૪૫ દિવસમાં મળી જવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.