ધ્રુવ કુંડેલ, રાજકોટ@મંતવ્ય ન્યૂઝ
રાજકોટના મેયર દ્વારા આજ રોજ ડેશબોર્ડનો શુભારંભ કરવામાં આવ્યો. આજ થી મેયર ઓફીસ ખાતે ડેશબોર્ડ શરૂ કરવામાં આવ્યું જેમાં ઓનલાઈન ફરિયાદનું સ્ટેટસ , તમામ યોજનાઓ ની સ્થિતિ અને મનપાની ગતિવિધિ ઉપર મેયરની નજર રહેશે. મીડિયા સાથે વાત કરતા મેયર ડૉ. પ્રદીપ ડવએ જણાવ્યુ કે ડેશબોર્ડ થી રાજકોટના લોકોની હાલાકી દૂર કરવામાં આવશે.
કોઈ પણ પેન્ડિંગ કાર્યની માહિતી અને મનપા દ્વારા કરેલ તમામ કામોની નિકાલ ની માહિતી ડેશબોર્ડમાં રહેશે. જેનું સંપૂર્ણ ધ્યાન મેયર ચેમ્બર થી રાખવામાં આવશે. ટેક્સ કલેક્ટશન કેટલું થયું છે અને કેટલું બાકી છે. મનપા બજેટમાં ખર્ચ અને આવકની શુ જોગવાઈ છે, આ સાથે ડેથ – બર્થ સર્ટિફિકેટની કામગીરીની યાદી હોય કેટલી થઇ છે કેટલી બાકી છે.
જો એક ને એક ફરિયાદ વારે ઘડીયે થઇ હશે તો તેનો નિકાલ કરવામાં આવશે. ડેશબોર્ડમાં તમામ વિગતો અને ફરિયાદો ઉપર મારી નજર રહેશે જેથી કરીને તેનું નિકાલ કરવા અંગે મેયર ચેમ્બર થી સુપેરવીઝન થઇ શકશે. આ સાથે એક વોટ્સએપનંબર 9033011111 જેનરેટ કરવામાં આવ્યો છે. જેમાં લોકો Hi લખી ને મોકલશે તો તેઓ ને સરકાર ની તમામ યોજનાઓની યાદી મળશે જેથી કરી ને તેઓ પોતાના કર્યો સરળતા થી પૂરુ કરી શકશે. રાજકોટ વાસીઓ ની સમસ્યા નું નિરાકરણ વહેલી તકે થાય તે માટે રાજકોટ કોર્પોરેશન હર હંમેશા કાર્યરત રહેશે.