Gujarat/ IPC ની કલમ-188 નાં ગુનામાં ચાર્જશીટ કરવાની સત્તા પોલીસ પાસે નથી?

દેશમાં કોરોનાકાળની શરૂઆત થયા બાદ સમગ્ર દેશમાં લોકડાઉન અમલી બન્યો છે. લોકોને પોતાના ઘરમાં જ રહેવા અને જો જરૂરી કારણ લાગે તો જ ઘરની બહાર નીકળવાની ગાઇડલાઇન સરકાર દ્વારા જાહેર કરાઈ છે….

Ahmedabad Gujarat
Mantavya 24 IPC ની કલમ-188 નાં ગુનામાં ચાર્જશીટ કરવાની સત્તા પોલીસ પાસે નથી?

@રીઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

દેશમાં કોરોનાકાળની શરૂઆત થયા બાદ સમગ્ર દેશમાં લોકડાઉન અમલી બન્યો છે. લોકોને પોતાના ઘરમાં જ રહેવા અને જો જરૂરી કારણ લાગે તો જ ઘરની બહાર નીકળવાની ગાઇડલાઇન સરકાર દ્વારા જાહેર કરાઈ છે.

Mantavya 26 IPC ની કલમ-188 નાં ગુનામાં ચાર્જશીટ કરવાની સત્તા પોલીસ પાસે નથી?

જાહેર માર્ગ પરથી પસાર થતા લોકોને સરકારી ગાઈડ લાઈનનું અમલ કરાવવા પોલીસ પણ સજ્જ બની છે અને જે લોકો સરકારી ગાઈડ લાઇનનું ઉલ્લંઘન કરતા દેખાયા તેમની સામે પોલીસે લાલ આંખ કરીને કાર્યવાહી પણ કરી છે. પરંતુ, શું તમને ખ્યાલ છે કે પોલીસ દ્વારા જયારે કોઈ વ્યક્તિની સામે આઇપીસી ની કલમ 188 મુજબનો ગુનો દાખલ કરે છે, ત્યારે તેવી વ્યકતિની સામેનાં ગુનામાં પોલીસને ચાર્જશીટ કરવાની મંજૂરી નીચલી કોર્ટ પાસેથી લેવી પડે છે. મેજીસ્ટ્રટ દ્વારા જો પરવાનગી આપવામાં આવે તો જ પોલીસ આપીસીની કલમ 188 મુજબનાં ગુનામાં ચાર્જશીટ કરી શકે છે. અન્યથા નહીં.

Mantavya 25 IPC ની કલમ-188 નાં ગુનામાં ચાર્જશીટ કરવાની સત્તા પોલીસ પાસે નથી?

અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા આડેધડ રીતે અને ખોટી રીતે આઇપીસી ની કલમ-188નો ઉપયોગ કરાઈ રહ્યો હોય તેવું અમદાવાદની મેટ્રો કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ અયાઝ શેખે મંતવ્ય ન્યુઝ ચેનલને જણાવ્યું હતું. અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન દરમિયાન થયેલા અનેક કેસોમાં સંકળાયેલા લોકોને નિર્દોષ છોડાવાની કામગીરી અયાઝ શેખે હાથ ધરી હતી. મેટ્રો કોર્ટમાં સુપ્રીમ કોર્ટનાં કેટલાક મહત્વનાં જજમેન્ટ રજૂ કરાયા હતા. જેના આધાર પર મેટ્રો કોર્ટે કલમ 188 માં સંકળાયેલા લોકોને કેસમાંથી મુક્ત કર્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો