Surat News : સુરતમાં અજાણી વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળતા પોલીસે મૃતકની ઓળખ અંગે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ સુરતના પલસાણા સ્થિત ચલથાણામાંથી એક અઝાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. ગટરની કામગીરી ચાલી રહી હતી ત્યારે મજુરોને આ મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસ અને ગામના આગેવાનોને જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ મૃતદેહ ડી કમ્પોઝ હાલતમાં મળી આવ્યો છે. જેને કારણે મૃતકની ઓળખ હજી સુધી થઈ નથી. આ અંગે કડોદરા પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા
આ પણ વાંચો: પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ
આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે