આદેશ/ ગટર સફાઇ કર્મચારીનું મોત થશે તો પાલિકાના પ્રમુખ જવાબદાર

કર્મચારીને સફાઇ કરવા ગટમમાં ઉતારશે તો તેનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવશે

India
gatar ગટર સફાઇ કર્મચારીનું મોત થશે તો પાલિકાના પ્રમુખ જવાબદાર

ગટર સફાઇ દરમિયાન સફાઇ કર્મચારીનું મોત થશે તો તેના જવાબદાર પાલિકાના પ્રમખ રહેશે. તેમના વિરુદ્વ ફરીયાદ પણ કરી શકાશે તેવો મહત્વનો આદેશ મદ્રાસ હાઇકોર્ટે જારી કર્યો છે.

ગટર સફાઇ દરમિયાન શ્વાસ રૂંધાવાથી સફા કર્મચારીનું મોત નીપજવાની ઘટના અવાર નવાર જોવા મળે છે

સફાઇ કર્મચારી આંદોલન સંગઠનની એક અરજીની સુનાવણીમાં કોર્ટે આદેશ આપ્યો હતો. અદાલતે આદેશ આપતાં કહ્યું કે જો કોઇ સફાઇ કર્મચારીનું ગટર સફાઇ દરમિયાન મોત થાય છે તો જવાબદાર પાલિકાના પ્રમુખ ગણાશે અને તેમના પર કેસ પણ કરી શકાશે.

દેશભરમાં ગટર સફાઇ દરમિયાન શ્વાસ રૂંધાવાથી સફા કર્મચારીનું મોત નીપજવાની ઘટના અવાર નવાર જોવા મળે છે. આ અંગે 6 સફાઇ કર્મચારીના મોત થયાં હતા. જેના પગલે કોર્ટે સખ્તાઇ સાથે આદેશ આપ્યો હતો કોર્ટે ચિંતા વ્યકત કરી હતી.

6 સફાઇ કર્મચારીના મોત થયાં હતા. જેના પગલે કોર્ટે સખ્તાઇ સાથે આદેશ આપ્યો હતો

મુખ્ય જજ સંજીવ બેર્નજી અને જજસેંથિલ કુમારની બેચે આ મામલે સુનાવણી કરી. અને કહ્યું હતું કે આવા મામલે નગરપાલિકાના પ્રમુખની બેદરકારીના લીધે તેમના પર કેસ કેમ ના કરી શકાય. કોર્ટે આદેશમાં કહ્યું હતું કે જો નગરપાલિકાના પ્રમુખને આ ઘટના માટે જવાબદાર માનવામાં આવશે તો ઘટના અટકી શકે છે.

દેશમાં મેલું ઉપાડવાનું પ્રતિબંધ છે. ગત ફેબ્રુઅરીમાં તમિલનાડુંમાં 6 સફાઇ કર્મચારીના મોત થયાં હતા. જેના પગલે કોર્ટે સખ્તાઇ સાથે આદેશ આપ્યો હતો. અને તાકીદ કરી હતી કે સફાઇ માટે ટેકનોલોજીના મશીન ખરીદે.

કર્મચારીને સફાઇ કરવા ગટમમાં ઉતારશે તો તેનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવશે

આ મામલે તમિલનાડુ સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે પરિપત્ર અમલી બનાવ્યો છે કોઇપણ કોન્ટ્રાકટર સફાઇ કર્મચારીને સફાઇ કરવા ગટમમાં ઉતારશે તો તેનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવશે. અને તેના પર કાર્યવાહી કરવામાં આવશે.