ભાવ વધારો/ લીંબુના ભાવમાં ફરી ભડકો, ધાણા-મરચાના ભાવ પણ પહોચ્યા આસમાને

બજેટ પ્રમાણે રસોડું ચલાવવું વર્તમાન સમય મુશ્કેલ બની રહ્યું છે. જે શાકભાજી 20-30 રૂપિયાના કિલો મળતા હતા. તેના માટે આજે ૨૦૦-૨૫૦ રૂપિયે કિલો  વેચાઈ રહ્યા છે. સતત વધતી મોંઘવારીમાં મધ્યમવર્ગ માટે ઘર ચલાવવું મુશ્કેલ બનતું જાય છે. 

Top Stories Business
મ૨ 1 લીંબુના ભાવમાં ફરી ભડકો, ધાણા-મરચાના ભાવ પણ પહોચ્યા આસમાને
  • અમદાવાદ: લીંબુના ભાવ આસમાને
  • અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો
  • લીંબુનો ભાવ 120 રૂપિયા કિલો થયો
  • ગઈકાલ સુધી લીંબુના ભાવ 80 થી 100 કિલો હતો
  • ધાણાનો ભાવ પણ 120 રૂપિયે કિલો પહોંચ્યો

સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ ની અસર દૈનિક જીવન જરૂરિયાતની ચીજો ઉપર પણ પડી રહી છે. ત્યારે રોજીંદા વપરાશના શાકભાજી અને અનાજના ભાવમાં સતત વધારો નોધાઇ રહ્યો છે. ત્યારે રસોઈનો સ્વાદ વધારતા ધાણા-મરચા અને લીંબુના ભાવમાં ફરી એક વાર મોટો ભડકો થયો છે. સામાન્ય ગૃહીનું નું બજેટ ખોરવી નાખ્યું છે તો સાથે રસોઈનો સ્વાદ પણ બગાડી નાખ્યો છે.

રાજ્યમાં સતત વધતા ઇંધણના ભાવને કારણે ટ્રાન્સપોટેશન મોંઘુ થયુ છે. તો અનરાધાર વરસાદના કારણે ખેડૂતોનો પાક પણ ધોવાઈ ગયો છે. જેની માઠી અસર અનાજ અને શાકભાજી ના ભાવ ઉપર જોવા મળી રહી છે. હાલમાં બજારમાં લીંબુ 120 રૂપિયે કિલો પહોચ્યા છે તો ધાણા નો ભાવ પણ 120 આસપાસ પહોચ્યો છે.

શાકભાજી સાથે અનાજ, દાળ અને કઠોળ પણ એટલા જ મોંઘા બની ગયા છે.  બજેટ પ્રમાણે રસોડું ચલાવવું વર્તમાન સમય મુશ્કેલ બની રહ્યું છે. જે શાકભાજી 20-30 રૂપિયાના કિલો મળતા હતા. તેના માટે આજે ૨૦૦-૨૫૦ રૂપિયે કિલો  વેચાઈ રહ્યા છે. સતત વધતી મોંઘવારીમાં મધ્યમવર્ગ માટે ઘર ચલાવવું મુશ્કેલ બનતું જાય છે.